અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતમાં સરકારી અનેક કામકાજ પર બ્રેક લાગી ચૂકી છે. રાજ્યમાં લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસના કરી ક્રમો પર બ્રેક લાગી છે. ત્યારે આચારસંહિતા લાગુ થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને સભા ગજવશે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે આજે ગુજરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાવાર જાહેર કરી છે ત્યારે આચારસંહિતા લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત આવશે અને ભાવનગર, સુરેન્દ્રનગર તથા વલસાડમાં ચૂંટણીલક્ષી સભા અને રેલીનું આયોજન કરશે. ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે વડાપ્રધાનના હસ્તે કોઈ જ પ્રકારના લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસના કરી કરવામાં નહીં આવે.
સત્તાના સુકાની 8 ડિસેમ્બરે જાહેર થશે
ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14થી 17 નવેમ્બર સુધીમાં નામાંકન ભરી શકશે અને 17થી 21 નવેમ્બર વચ્ચે તેઓ નામાંકન પાછું ખેંચી શકે છે. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ADVERTISEMENT