ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. જેમાં આજે તેમણે અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી. જોકે અહીં એક ખાસ સંયોગ જોવા મળ્યો હતો. 17 વર્ષ પહેલા મોદીએ મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો, આજે તેમણે શિક્ષક તરીકે વડાપ્રધાનનું સન્માન કર્યું હતું.
ADVERTISEMENT
વડાપ્રધાને શું કહ્યું?
આ હમણાં જે બાળકો મને મળ્યા એ તે બાળકો હતા જ્યારે 2003માં પહેલો શાળા પ્રવેશોત્સવ કર્યો અને હું આદિવાસી ગામોમાં ગયો હતો, 40-45 ડિગ્રી હતી, 13-14-15 જૂનના એ દિવસો હતા અને જે ગામોમાં બાળકોનું ઓછામાં ઓછું શિક્ષણ છે અને એ ગામમાં ગયો હતો. અને પહેલીવાર એ ગામમાં કહ્યું હતું કે હું તમારા ત્યાં ભિક્ષા માગવા આવ્યો છું. અને મને તમે ભિક્ષામાં વચન આપો મારે તમારી દીકરીને ભણાવવી છે અને તમે તમારી દીકરીને ભણાવશો.
એ પહેલા કાર્યક્રમમાં જે બાળકોને આંગળી પકડીને હું નિશાળે લઈ ગયો હતો એ બાળકોના આજે દર્શન કરવાનો અવસર મળ્યો. આ પળે હું સૌથી પહેલા એમના માતા-પિતાને વંદન કરું છું. કારણ એમણે મારી વાતને સ્વીકારી. હું તો શાળાએ લઈ ગયો, પણ એમણે એના મહાત્મ્યને સમજ્યું અને તેમણે પોતાના બાળકોને જેટલું ભણી શક્યા એટલું ભણાવ્યા અને આજે તેમના પોતાના પગ પર ઊભા થઈને આપણી પાસે જોવા મળ્યા.
‘સ્માર્ટ ક્લાસ શિક્ષણથી આગળ વધીને શિક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલે લઈ જશે’
આજે ગુજરાત અમૃતકાળની અમૃત પેઢીનું નિર્માણ તરફ એક મોટું કદમ ઉઠાવી રહી છે. આજે 5G, સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી શિક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. હવે વર્ચુઅલ રિએલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સની તાકાતને પણ સ્કૂલોમાં અનુભવ કરી શકાશે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20 ટકા બાળકો સ્કૂલ જ જતા નહોતા, વિદ્યાર્થીઓ ધોરણ 8મા સુધી માંડ માંડ ભણતા. આપણે શિક્ષા ગુણવત્તા પર સૌથી વધારે બળ આપ્યું, બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઇ, બે દસકામાં સવા લાખથી વધુ ક્લાસરુમ બન્યાં, આપણે બે દસકામાં ગુજરાતના લોકોએ શિક્ષણની કાયા પલટ કરી નાંખી છે.
ADVERTISEMENT