અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી આગામી 10મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેઓ વિક્ષાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે.
ADVERTISEMENT
શું હશે PMનો કાર્યક્રમ?
વડાપ્રધાન મોદી ગુજરાતમાં યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. જ્યારે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO પણ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા છે.
આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી ધારણા છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.
27-28 ઓગસ્ટે પણ ગુજરાતની મુલાકાતે હતા PM
નોંધનીય છે કે, હાલમાં જ 27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે પહેલા અમદાવાદમાં અને પછી કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા અને સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂરા થવાના અવસરે યોજેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બાદ તેમણે કમલમમાં ભાજપની કોર કમિટી સાથે બેઠક કરી હતી. ચૂંટણી નજીક આવી રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ પર કોઈ કચાસ નહીં છોડે તે નક્કી છે. આ સાથે ગુજરાત પર 27 વર્ષની સત્તા ટકાવી રાખવા ભાજપ પણ એડી ચોંટીનું જોર લગાવશે.
ADVERTISEMENT