દાહોદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે જનસભા સંબોધી છે. તેમણે આ દરમિયાન લોકોને લોકશાહીના પર્વની ઉજવણી માટે કહ્યું હતું. તેમણે મતદાન કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા સંદેશ આપ્યો હતો. PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કામ પણ નથી કરતી અને કરવા પણ દેતી નથી. કરે તો વિઘ્ન નાખે છે. જાણો વિગતવાર…
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પોતે કઈ કામ કરે નહીં અને બીજા કરે તો તેઓ આડા ઉતરે અને ખાડા પાડે છે. આ તો કોંગ્રેસની સંસ્કૃતિ છે. ભાજપે પૂરપાટ ઝડપે વિકાસ કર્યો છે. આની સાથે વડાપ્રધાન મોદીએ ખેડૂતો, આરોગ્યની સુવિધાઓ વિકસાવી હોવાની ચર્ચા પણ કરી હતી.
દાહોદ દેશનું સ્માર્ટ સિટી બની ગયું છે- નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દાહોદ અત્યારે સ્માર્ટ સિટી બની ગયું છે. આદિવાસી વિસ્તારનું આ ગામ હિંદુસ્તાનમાં સ્માર્ટ સિટી બની ગયું છે. એક સમયે અહીં પાણી માટે લોકો વલખાં મારતા હતા. પરંતુ હવે ભાજપે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. કોંગ્રેસના કાળમાં આદિવાસી દેવાના ડુંગરોમાં ફસાઈ ગયો હતો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે હવે આદિવાસી સમાજના બાળકો ડોકટર અને એન્જિનિયર થવા લાગ્યા છે.
ADVERTISEMENT