PM મોદી કારગિલ પહોંચ્યા, સતત 9માં વર્ષે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે

જમ્મુ-કાશ્મીર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ ત્યાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ સેનાના જવાનો સાથે પાછલા આઠ વર્ષોથી…

gujarattak
follow google news

જમ્મુ-કાશ્મીર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ ત્યાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ સેનાના જવાનો સાથે પાછલા આઠ વર્ષોથી દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનું પર્વ મનાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની પરંપરાને ચાલુ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ-દ્રાસ પહોંચી ગયા છે.

કેદારનાથ-બદ્રીનાથના દર્શન કર્યા
આ પહેલા પીએમ મોદી દિવાળીના તહેવાર પર અલગ-અલહ જગ્યાઓ પર જઈ રહ્યા છે. સૌથી પહેલા 21મી ઓક્ટોબરે તેમણે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કર્યા. આ બાદ 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવમાં સામેલ થયા, સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા હતા.

મોદી PM બન્યા ત્યારથી દર વર્ષે ક્યાં-ક્યાં દિવાળીની ઉજવણી કરી?

    follow whatsapp