અમદાવાદ: PM મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે ગઈકાલે રાત્રે નિધન થઈ ગયું. તેમનાના સમાચાર PM મોદીએ ટ્વીટ કરીને આપ્યા હતા. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં બે દિવસથી એડમિટ કરવામાં આવ્યા હતા. સમાચાર મળતા જ PM મોદી અમદાવાદ આવવા માટે દિલ્હીથી રવાના થઈ ગયા હતા અને હવે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. અહીંથી સીધા તેઓ ગાંધીનગરમાં તેમના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા અને કાંધ આપી હતી. હીરાબાના નિધનથી પરિવાર પણ શોક મગ્ન થયો છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં હીરાબાના અંતિમ સંસ્કાર થશે
હીરાબાના પાર્થિવ દેહના ગાંધીનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. PM મોદી જાતે શબવાહિનીમાં બેસીને સ્મશાન પહોંચ્યા હતા. જ્યાંથી તેમને સેક્ટર-30માં આવેલા સંસ્કારધામમાં લઈ જવાયા હતા. અહીં હીરાબાના અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી છે, જે બાદ PM મોદી અને તેમના ભાઈઓએ હીરાબાના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.
આ પણ વાંચો: હીરા બા: 100 વર્ષનું જીવન… 6 બાળકોનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ
PMએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શાનદાર શતાબ્દીના ભગવાનના ચરણોમાં વિરામ… બા માં મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. હું તેમને 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.
ADVERTISEMENT