બનાસકાંઠા: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કાની બેઠકો પર હજુ પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ બીજા તબક્કાના મતદાનમાં વોટરોનો મોટી સંખ્યામાં બહાર નીકળીને મત આપવા જવા હાકલ કરી હતી.
ADVERTISEMENT
કોંગ્રેસ પર મૂક્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
PM મોદીએ કહ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશનકાર્ડ હતા જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો, એના લગ્ન થઈ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્શન લેતા. આ કોંગ્રેસીઓ આવું કરતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરી મેં આગળનો રસ્તો કર્યો. ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે. કટકી કરવા ન મળે એટલે મોદીનો ગાળો બોલે.
કોરોનામાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું
PMએ કહ્યું કે, 1 નેશન, 1 કાર્ડ સમગ્ર દેશમાં લાગુ છે. ઘરમાં ગંભીર માંદગી આવી હોય તો ગરીબ માણસ પાંચ વર્ષ દેવામાંથી બહાર ન આવે. અમે મા કાર્ડ જેવી યોજનાઓ લાવી અને ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. કોરોનામાં આખી દુનિયા અધ્ધર થઇ હતી, આપણા પગ જમીન પર રહ્યા. આ દેશનો કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેની ચિંતા અમે કરી. ત્રણ વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અમે અનાજ આપ્યું.
વોટિંગના તમામ રેકોર્ડ તોડવા અપીલ કરી
વડાપ્રધાને આ સાથે જ 5મી ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વધુમાં વધુ મતદાન કરીને કમળ ખીલવવા માટે હાકલ કરી હતી અને મતદાનના તમામ રેકોર્ડ તોડવા માટે અપીલ કરી હતી.
ADVERTISEMENT