ભરૂચઃ PM મોદીએ ભરૂચના આમોદ ખાતે દિવાળી નિમિત્તે કરી મોટી જાહેરાત. તેમણે કહ્યું કે વોકલ ફોર લોકલ પર ભાર આપવાની જરૂર છે. દેશને વધુ આગળ વધારવા માટે સામાન્ય નાગરિકથી લઈ તમામે સહકાર આપવો જોઈએ. આત્મ નિર્ભર ભારત તરફ સંકેત આપતા તેમણે કહ્યું કે આ દિવાળીએ ભારતમાં બનેલા જ ફટાકડા લેવા જોઈએ. આનાથી દેશમા ગરીબોનું કલ્યાણ થશે.
ADVERTISEMENT
ફટાકડા ભલે ઓછુ અજવાળુ કરે પણ ખરીદો ભારતના જ..
તેમણે વોકલ ફોર લોકલ પર ભાર આપતા કહ્યું કે વિદેશથી આવતી વસ્તુઓ ભલે સારી લાગે પરંતુ ભારતમાં બનેલા ફટાકડા જ લાવવા જોઈએ. ભારતમાં જે પ્રમાણે ફટાકડાનું ઉત્પાદન થાય છે તે જ્યારે લોકો ખરીદે છે તો એનાથી દેશના જ કોઈ એક પરિવારની દિવાળી પણ સુધરી જાય છે. ભારતના ફટાકડા કદાચ વિદેશ જેવા જોરદાર ન પણ બનેલા હોય પરંતુ દેશની વસ્તુ જ ખરીદીશું તો આપણા જ કોઈ ગરીબ કુટુંબની દિવાળી આપણી સુધારીશું. જેથી કરીને આપણે સૌ એ સંકલ્પ લેવો જોઈએ કે દેશમાં બનેલા ફટાકડા જ ફોડીએ.
PM મોદીએ ગરીબના ઘરે અજવાળું કરવાનો સંકલ્પ લેવા કહ્યું
વડાપ્રધાન મોદીએ આ દિવાળીએ ભારતમાં બનેલી જ રોશની, ફટાકડાથી લઈ અન્ય વસ્તુઓ ખરીદવા ટકોર કરી છે. એમનો ઉદ્દેશ આની પાછળ એ જ છે કે દેશના નાના વેપારીથી લઈ ગરીબ પરિવારના ઘરે પણ આ દિવાળીએ અજવાળુ આવી જાય. વિદેશી વસ્તુઓ ન ખરીદી લોકલ વસ્તુ ખરીદવાથી 12 મહિના સુધી એ નાના વેપારીના ઘરે ચમકારો આવશે એવી વાત પણ વડાપ્રધાને જણાવી હતી.
ADVERTISEMENT