અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે સંબોધનમાં દેશ મેડલ લિસ્ટમાં અગ્રેસર હોવાથી લઈને ગુજરાતીઓની મહેમાનોને ભગવાન સમાન ગણે છે એ અંગે જણાવ્યું હતું. PM મોદીએ ત્યારપછી રિવરફ્રન્ટ પાસે આયોજિત ડ્રોન શો અને તેની ટેક્નોલોજી વિશે મોટી વાત કહી હતી. તેમણે મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની સફળતા તથા દેશના સર્વાંગિ વિકાસના દ્રષ્ટાંત સાથે એને સરખાવ્યું હતું.
ADVERTISEMENT
ડ્રોન શોનો નયનરમ્ય નજારો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસનું પ્રતિક- PM મોદી
અમદાવાદમાં PM મોદીના આગમન પહેલા ભવ્ય ડ્રોન શોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતમાં બનેલા 600થી વધુ ડ્રોન દ્વારા ખાસ આકૃતિઓનું નિર્માણ કરાયું હતું. તેમણે આ શોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ નયનરમ્ય નજારો જ નથી પરંતુ ભારત દેશ અવે આત્મનિર્ભર બની ગયો છે. તથા ટેકનોલોજી ક્ષેત્રે દેશે સફળતાના શિખરો પાર કર્યા હોવાનું આ મોટુ દ્રષ્ટાંત છે.
ગુજરાત અને ભારત હજુ સફળતાના શિખરો આંબશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી જણાવ્યું કે ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રે ગુજરાત અને ભારત હજુ આગળ વધશે. ભારત દેશ અત્યારે આત્મનિર્ભર બની ગયો છે. અને મેક ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયાનો કોન્સેપ્ટ પણ સફળ થઈ ગયો છે. અત્યારે દેશના યુવા વર્ગ ભારતમાં જ પોતાની કળા અને કુશળતાનું ઉદાહરણ પૂરૂ પાડીને વિકાસમાં ફાળો આપી રહ્યા છે. આ અંગે નરેન્દ્ર મોદીએ ભારતને હજુ પણ વધુ આગળ સફળ બનાવવા મુદ્દે સંબોધન આપ્યું હતું.
હોલિવુડની ફિલ્મોમાં જોવા મળે તેવો નજારો અમદાવાદમાં જોવા મળ્યો
જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોનું આયોજન કરાયું હતું. આ ડ્રોન શોની ખાસિયત એવી હતી કે, તમામ ડ્રોન સ્વદેશમાં નિર્મિત હતા. મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા હતા. અટલબ્રિજ નજીક નેશનલ ગેમ્સની પૂર્વ સંધ્યાએ તમામ ખેલાડીઓના સ્વાગત માટે ડ્રોન શોનું આયોજન કરાયુ હતું. 600 જેટલા ડ્રોનની મદદથી અલગ અલગ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. સૌ કૉઈનું મન ડ્રોન શોએ મોહી લીધું હતું. વિદેશમાં અને ફિલ્મોમાં જોવા મળતા નજારા અમદાવાદમાં સર્જાયો હતો.
ADVERTISEMENT