અમદાવાદ: આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. PM મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું અને લોકતંત્રના ઉત્સવ માટે લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT
PM મોદીએ ગુજરાતની જનતાને શું મેસેજ આપ્યો?
PM મોદીએ કહ્યું કે, દેશમાં લોકતંત્રના ઉત્સવ માટે નાગરિકોનું હ્રદયથી અભિવાદન કરું છું. હું ઈલેક્શન કમિશનને પણ હ્રદયથી શુભકામના પાઠવું છું. ખૂબ જ શાનદાર રીતે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે એ પ્રકારે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરા વિકસીત કરી છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં પણ જોવા મળ્યું. ગુજરાતના મતદારોનો પણ આભાર માનું છું, તેમણે આ લોકતંત્રના ઉત્સવને આન, બાન અને શાન સાથે ઉજવ્યો. ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી. ગુજરાતની જનતામાં નીર ક્ષીર વિવેક છે. કે સાંભળે બધાનું અને જે સત્ય છે તેને સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. અને સ્વભાવના અનુસાર આજે મોટી સંખ્યામાં મતદાન પણ કરી રહ્યા છે. ગુજરાતના મતદાતાઓનો પણ હ્રદયથી આભાર માનું છું.
PMએ રાણીપની સ્કૂલમાં કર્યું મતદાન
નોંધનીય છે કે, બીજા તબક્કાના મતદાન માટે PM મોદીએ પણ રાણીપની સ્કૂલમાં પહોંચીને મતદાન કર્યું હતું. PM મોદીએ સવારે 9.30 વાગ્યા આસપાસ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘાડલોડિયામાં મતદાન કર્યું હતું.
ADVERTISEMENT