અમદાવાદઃ અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધી વિવિધ વિસ્તારોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેગા રોડ શો કરવામાં આવ્યો છે. આ રોડ શો દરમિયાન ઘણા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા રસ્તા પર આવ્યા હતા. વડાપ્રધાને પણ લોકોના અભિવાદન ઝીલ્યા હતા.
ADVERTISEMENT
બેરિકેડ નહીં, રોડ બંધ નહીં
સામાન્યતઃ વડાપ્રધાન જ્યારે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રોડ શો કરે ત્યારે રોડની બંને તરફ એક પ્રકારના બેરિકેડ રાખવામાં આવતા હતા. જોકે તે આ રોડ શો દરમિયાન જોવા મળ્યા નહતા. લગભગ અડધા રોડ સુધી જનતા આવી જતી હોવાને કારણે સુરક્ષા કર્મચારીઓ માટે ઘણી મહેનત પણ વધી હતી. આ તરફ લોકોએ ભારે મોટી સંખ્યામાં તેમનું સ્વાગત અને વીડિયો, સેલ્ફી લીધા હતા. આ રોડ શોમાં વધારે એ પણ જોવા મળ્યું કે અત્યાર સુધી વડાપ્રધાનના આગમનના રસ્તા પર રોડ પહેલાથી જ બ્લોક કરીને મુકી દેવાતા હતા. જે અહીં ઘણા સ્થાનો પર જોવા મળ્યું ન હતું. હા લોકોની મેદનીને કારણે મોટા ભાગે ખાનગી વાહનોએ અવરજવર ઘટાડી હતી.
જુઓ લાઈવ વીડિયો
ADVERTISEMENT