અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના પ્રવાસે હતા. જ્યાં તેમણે સાંજના સમયે બાવળામાં જનસભાને સંબોધી હતી. બાવળામાં સભા સ્થળે પહોંચતા જ PM મોદી સૌથી પહેલા તેમના 106 વર્ષના સમર્થકને મળવા પહોંચ્યા હતા. બાવળામાં હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતા જ PM મોદીએ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના 1-4 વર્ષના વડ સાસુ માણેકબેન પરીખને મળ્યા હતા.
ADVERTISEMENT
PMએ 104 વર્ષના માણેકબેનને મળીને શું કહ્યું?
PM મોદીએ 104 વર્ષના માણેકબેનને મળીને તેમના આશીર્વાદ લીધા હતા અને તેમને કહ્યું હતું કે, તમારે 106 વર્ષ સુધી જીવવાનું છે અને 2024માં મારા વડાપ્રધાન પદના શપથ સમારોહમાં આવવાનું છે. અત્યારથી જ હું તમને આમંત્રણ આપું છું. PMની માણેકબેન સાથેની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે.
દાહોદમાં પણ 103 વર્ષના સુમનભાઈ સાથે કરી હતી મુલાકાત
નોંધનીય છે કે, બે દિવસ પહેલા દાહોદમાં પણ PM મોદીએ સભાને સંબોધી હતી. આ સમયે પણ તેઓ 103 વર્ષના સુમનભાઈ ભાભોરને ભેટી પડ્યા હતા. વડાપ્રધાને તેમની સાથેની આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, દાહોદની આ ખાસ પળ છે જ્યારે 103 વર્ષના સુમનભાઈ મને આશીર્વાદ આપવા આવ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન પણ સુમનભાઈને યાદ કર્યા હતા.
PMની રેલીમાં ડ્રોન ઉડતા પોલીસ એક્શનમાં આવી
અમદાવાદના બાળવામાં રેલી સંબોધી રહ્યા હતા, ત્યારે અચાનક વડાપ્રધાનની ઉપર એક ડ્રોન ઉડતુ આવ્યું હતું. જો કે ગુજરાત પોલીસના એક કોન્સ્ટેબલનું ધ્યાન ગયું હતું. એસપીજીના ધ્યાને પણ આ વાત આવી હતી. જેથી તેમણે પોલીસનું ધ્યાન દોર્યું અને ડ્રોન ઉતારી લેવામાં આવ્યું હતું. બીજી તરફ આ ડ્રોન ભાજપ દ્વારા જ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહેલા વ્યક્તિ દ્વારા ઉડાવવાવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ફોટોગ્રાફર દ્વારા ઉડાડવામાં આવ્યું હોવાથી તેમાં કોઇ શંકાસ્પદ વસ્તું મળી નહોતી. જો કે પીએમની સુરક્ષાને ધ્યાને રાખતા ફોટોગ્રાફરની તત્કાલ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કુલ 3 લોકોની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT