કેવડિયાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરીથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ સહિત UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ સાથે ખાસ મિટિંગ કરશે. ત્યારપછી સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પર્યાવરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી શકે છે. ત્યારપછી વ્યારા ખાતે વડાપ્રધાન મોદી કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ગ્રિન સિગ્નલ આપશે. ચલો સમગ્ર મુલાકાત પર નજર કરીએ…
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી 2 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેવામાં વડાપ્રધાન મોદી કુલ 2 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેઓ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પણ કરશે. ત્યારપછી માર્ગ પરિવહન ક્ષેત્રે નરેન્દ્ર મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.
PM મોદી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગને વધુ પહોળો અને સરળ બનાવવાના સુવિધા લક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપશે. ત્યારપછી આના ફેઝ-1નું કાર્ય પણ શરૂ થઈ જશે. સ્થાનિક રોજગારી સહિતના મુદ્દે તેઓ પ્રવાસીઓની વધુ સંખ્યા સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે આવે એના સહિતના મુદ્દે ચર્ચા કરશે. આને ઉદ્દેશીને પણ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરાઈ શકે છે.
કેવડિયામાં વડાપ્રધાનનો શું છે કાર્યક્રમ…
વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસની હાજરીમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. તેવામાં ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે UNના કોઈ સેક્રેટરી જનરલ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય.
લાઈફ મિશન વિશે જાણો વિગતવાર…
મિશન લાઈનનો હેતુ પૃથ્વી સાથે મિત્રતા પૂર્વક જીવનશૈલી જીવવાનો છે. જે હેઠળ રિડ્યૂસ, રિયૂઝ અને રિસાઈકલના વિચારો સાથે પૃથ્વી પર જીવન વધુ સારુ કરવા માટે છે. આનો મુખ્ય ઉદ્દેશ 2022-23થી 2027-28 સુધી પર્યાવરણના સંરક્ષણ માટેના કાર્યોને પ્રોત્સાહન આપવાનું છે. આમાં લગભગ તમામ ભારતીયોને એકત્રિત કરી વ્યક્તિગત તથા સામૂહિક પગલા લેવા પર છે. જેમાં વિશ્વના દરેક ભાગથી નાગરિકોને એકત્રિત કરવાનો હેતુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક નાગરિક પોતાના બાજુથી રોજિંદા જીવનને પર્યાવરણ ફ્રેન્ડલી વર્તન રાખી જીવે તથા પૃથ્વીનું રક્ષણ કરે એનો છે.
ADVERTISEMENT