PM મોદીની જનસભા માટે કરાઈ ખાસ વ્યવસ્થા, જાણો AC સ્ટેજથી લઈ ભોજનના મેનૂ સહિતની માહિતી

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામકંડોરણામાં આગમન પૂર્વે સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અહીં મેગા શોના આયોજન અર્થે રોડ રસ્તાઓ શાનદાર…

gujarattak
follow google news

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામકંડોરણામાં આગમન પૂર્વે સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અહીં મેગા શોના આયોજન અર્થે રોડ રસ્તાઓ શાનદાર બની ગયા છે તો બીજી બાજુ 1 લાખથી વધુ લોકો સભામાં હાજરી આપશે. નોંધનીય છે કે જામકંડોરણા અત્યારે મોદીમય બની ગયું છે તથા સભાની પૂર્વ તૈયારીઓ પૈકી ભોજન સહિતની વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે.

જાણો કેટલા ડોમ અને શું છે સુવિધા..
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા દોઢ લાખ લોકો બેસી શકે એની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 1200 ફૂટ લંબાઈ અને 400 ફૂટ પહોળાઈ ધરાવતા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 40 ફૂટ લાંબા સ્ટેજની વ્યવસ્થા કરાઈ છે. આની સાથે સ્ટેજ પર ગરમીથી રાહત મળે એના માટે ACની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

દોઢ લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થાનો ધમધમાટ..
સભામાં હાજર લોકોના ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મહિલાઓ તથા પુરુષો માટે અલગ વ્યવસ્થા છે. જ્યારે અંદાજે દોઢ લાખથી વધુ લોકો અહીં હાજરી આપી શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. એમને ટાંકીને કુલ 200 કાઉન્ટરો બનાવાશે. જેમાંથી લોકોને ભોજપ પીરસી શકાશે.

જાણો શું છે મેનું…
ઉલ્લેખનીય છે કે આ સભામાં 6 ટન ગાંઠિયા તથા 4થી 5 ટેન્કરો ભરીને છાશ લાવવામાં આવશે. તથા ભોજન માટે બે શાક, દાળભાત, પુરી, સલાડ અને મોહનથાય સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આની સાથે જ લોકોને પીવા માટે લાખો લીટર પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે.

જાણો બેઠક પર જ્ઞાતિનું ગણિત…
જામકંડોરણા બેઠક આમ જોવા જઈએ કે જયેશ રાદડિયાનો વિસ્તાર ગણાય છે. અહીં પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. જ્યાં 45 ટકાથી વધુ લેઉવા પટેલ વસે છે. જ્યારે દલિત સમાજની ટકાવારી 13 છે તો બીજી બાજુ 5 ટકા કડવા પટેલ વસવાટ કરે છે. નોંધનીય છે કે કોળી સમાજ અહીં લઘુમતીમાં છે. તેમની વસતિ 7 ટકા આસપાસ છે. જ્યારે ક્ષત્રિયો 5 ટકા છે. નોંધનીય છે કે આ બેઠકની વાત કરીએ તો જયેશ રાદડિયાને ટિકિટ મળવી લગભગ નક્કી છે.

    follow whatsapp