બેંગ્લુરુ: ભારતની સૌથી મોટી એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝિબિઝન એરો ઈન્ડિયાનું 14મું સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. રક્ષા અધિકારીઓએ કહ્યું કે, 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 98 દેશો ભાગ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
‘આત્મનિર્ભર થતા ભારતની તાકાત સતત વધી રહી છે’
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, એરો ઈન્ડિયા શો માત્ર શો નથી, પરંતુ દેશની તાકાત છે. નવી ઊંચાઈ આજે ભારતની સચ્ચાઈ છે. આત્મનિર્ભર થતા ભારતની તાકાત સતત વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશ નવા વિચારો, નવા એપ્રોચ સાથે આગળ વધે છે તો તેની વ્યવસ્થાઓ પણ નવા વિચારોના હિસાબથી બદલાય છે. ભારત આજે એક પોટેન્શિયલ ડિફેન્સ પાર્ટનર પણ છે, આજે દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.
છેલ્લા 5 વર્ષમાં રક્ષા સાધનનોની નિકાસ 6 ગણી વધી
તેમણે કહ્યું કે, 21મી સદીનું નવું ભારત કોઈ તક નહીં ગુમાવે અને પોતાની મહેનતમાં કોઈ કમી નહીં રાખે. અમે કમર કસી ચૂક્યા છીએ. અમે દરેક સેક્ટરમાં રિવોલ્યૂશન લાવી રહ્યા છીએ. જે દેશ દાયદા સુધી સૌથી મોટો ડિફેન્સ એક્સપોર્ટર હતો, હવે તે દુનિયાના 75 દેશોનો ડિફેન્સ સાધનો એક્સપોર્ટ કરી રહ્યો છે. પાછલા 5 વર્ષમાં દેશમાં નિકાસ 6 ગણી વધી છે. 2021-22માં અમે અત્યાર સુધીના રેકોર્ડ 1.5 બિલિયન ડોલરથી વધારે એક્સપોર્ટના આંકડાને પાર કરી લીધો છે. ડિફેન્સ એક એવું ક્ષેત્ર છે જેનું માર્કેટ સૌથી કોમ્પ્લિકેટેડ માનવામાં આવે છે. પરંતુ ભારતે પોતાના ડિફેન્સ સેક્ટરની કાયાકલ્પ કરી નાખી છે.
કાર્યક્રમમાં યુવી સેક્ટરની ગ્રોથ, ભવિષ્યની શાનદાર ટેકનોલોજી પર પણ ફોકસ કરવામાં આવશે. LCA તેજસ, Dornier Light Utility Helicopter અને એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે. આ સાથે જ 9 રક્ષા કંપનીઓ પણ કાર્યક્રમમાં સામેલ થઈ રહી છે. સાથે જ 32 દેશોના રક્ષા મંત્રી પણ એરો શોમાં સામેલ થઈ રહ્યા છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત એલિઝાબેથ જોન્સ એરો શોમાં અત્યાર સુધીના સૌથી મોટા અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, ભારત પોતાની ક્ષમતાઓનું આધુનિકિકરણ કરી રહ્યો છે. નિશ્ચિત રૂપથી અમે ભારતના પસંદગીના ભાગીદાર બનવા ઈચ્છીએ છીએ.
ADVERTISEMENT