અમદાવાદ: આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. તેમણે ગાંધીનદર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે જ તેમણે 52 વિંગ વાયુ સેના સ્ટેશન ડીસાનું શિલાન્યાસ કર્યું હતું. 18થી 22 ઓક્ટોબર સુધી આ ડિફેન્સ એક્સપો ચાલશે. 12મી આવૃત્તિના આ એક્સપોની આ વખતની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ રાખવામાં આવી છે. જે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દેશની પ્રતિબદ્ધતા હશે. એક્સપો દરમિયાન અત્યાર સુધીમાં 400થી વધુ MoU થઈ ચૂક્યા છે, જે 1.25 લાખ કરોડનું રોકણ લાવશે.
ADVERTISEMENT
PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ આયોજન નવા ભારતની એવી ભવ્ય તસવીર ખેંચી રહ્યું છે, જેનો સંકલ્પ આપણે અમૃતકાળમાં લીધો છે. તેમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે રાજ્યનો સહભાગ પણ છે. તેમાં યુવાની શક્તિ પણ છે, સપના છે, સંકલ્પ છે, સાહસ છે, સામર્થ્ય છે. તેમાં વિશ્વ માટે આશા છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસરો છે. સાથીઓ આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા રહ્યા છે, પરંતુ આ વખતનો એક્સપો અભૂતપૂર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતિક છું.
માત્ર મેડ ઈન ઈન્ડિયા રક્ષા ઉપકરણો હશે
આ દેશનો પહેલો ડિફેન્સ એક્સપો છે. જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. માત્ર મેડ ઈન ઈન્ડિયા રક્ષા ઉપકરણો છે. પહેલીવાર કોઈ ડિફેન્સ એક્સપોમાં ભારતની માટી, ભારતના લોકોના પરસેવાથી બનેલી પ્રોડક્ટ્સ આપણા જ દેશની કંપનીઓ, આપણા વૈજ્ઞાનિક આજે આપણે લોહપુરુષ સરદાર પટેલની ધરતીથી દુનિયા સામે આપણા સામર્થ્યનો પરિચય આપી રહ્યા છીએ. તેમાં 1300થી વધારે એક્ઝિબિટર્સ છે. જોઈન્ટ વેન્ચર્સ, MSME અને 100થી વધુ સ્ટાર્ટઅપ છે.
PMએ પોતાના ભાષણમાં આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધનો કર્યો ઉલ્લેખ
PMએ કહ્યું, દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં નવા ભવિષ્યનો સશક્ત આરંભ કરી દીધો છે. હું જાણું છું કે આનાથી કેટલાક દેશોને અસુવિધા થઈ છે, પરંતુ મોટી સંખ્યામાં જુદા જુદા દેશો સકારાત્મક વિચાર સાથે આપણી સાથે આવ્યા છે. ભારતના 53 આફ્રિકન મિત્ર દેશ આપણી સાથે ઊભા છે. આ અવસરે બીજો ઈન્ડિયા-આફ્રિકા ડાયલોગનો આરંભ થવા જઈ રહ્યો છે. ભારત-આફ્રિકા વચ્ચે આ સંબંધ તે જૂના વિશ્વાસ પર ટકેલા છે, જે સમય સાથે વધુ મજબૂત થઈ રહ્યા છે.
આજે તમે ગુજરાતની જે ધરતી પર આવ્યા છો, તેનો આફ્રિકા સાથે ખૂબ જૂનો અને આત્મિય સંબંધ રહ્યો છે. આફ્રિકામાં જે પહેલી ટ્રેન ચાલી હતી, તેના નિર્માણ કાર્ય માટે અહીં ગુજરાતથી કચ્છના લોકો ત્યાં ગયા હતા. અમારા કામદારીઓ આફ્રિકામાં આધુનિક ટ્રેન આફ્રિકામાં દુકાન શબ્દો કોમન છે જે ગુજરાતી શબ્દ છે. રોટી, ભાજી શબ્દ કોમન છે. ગાંધીજી માટે પણ ગુજરાત તેમની જન્મભૂમિ હતી તો, આફ્રિકા તેમની પહેલી કર્મભૂમિ છે. આફ્રિકા આજે પણ ભારતની વિદેશનીતિના કેન્દ્રમાં છે. ભારતે કોરોનામાં આફ્રિકન દેશોને વેક્સિન પહોંચાડી. તેમણે કહ્યું, આવાનારા સમયમાં ગુજરાત ડિફેન્સ ઈન્ડસ્ટ્રીનું પણ એક મોટું કેન્દ્ર બનશે. ભારતની સુરક્ષામાં ગુજરાત મોટું યોગદાન આપશે, તેનો મને પૂરો વિશ્વાસ છે.
ADVERTISEMENT