અમદાવાદઃ 36th નેશનલ ગેમ્સમાં ગુજરાતીઓનો ડંકો જોરશોરથી વાગી રહ્યો છે. તેવામાં મલખમની રમતમાં ગુજરાતના 10 વર્ષીય શૌર્યએ એવા કરતબો કર્યા કે દેશભરમાં તેની ચર્ચા થવા લાગી છે. એટલું જ નહીં શૌર્યની અદભૂત કળાથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે નેશનલ ગેમ્સમાં નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે રમી ચૂકેલા ભારતના સ્ટાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેવામાં આ 10 વર્ષીય શૌર્યજીતની સિદ્ધીએ બધાના દિલ જીતી લીધા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં શૌર્યજીતનો વીડિયો થયો વાઈરલ
નેશનલ ગેમ્સમાં ગુજરાતના સૌથી યુવા મલખમ ખેલાડીના કરતબોના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. સોયમાં જેમ દોરો પરોવાય છે એમ મલખમનો ખેલાડી, શૌર્યજીત ક્યારેક હાથમાં પગ પરોવી દેતો અને પછી શરીરને હળવું મૂકી દેતો હતો. તો ક્યારેક આ શૌર્યજીત માત્ર બંને પગના સહારે કરતબો બતાવતો હતો. જેની આ કુશળતા જોઈને દેશભરમાં આની ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાજર તમામ લોકો જે શૌર્યજીતને જોતા હતા તે પણ ચોંકી ગયા હતા. એટલું જ નહીં શૌર્યજીતનું શરીર રબરની માફક ફ્લેક્સિબલ જોવા મળ્યું હતું. તે જેવી રીતે મલખમના કરતબો કરતો હતો તેને જોતા જાણે પાણી જેવી રીતે રસ્તો નીકાળી લે છે એમ જ તે પણ પોતાના કરતબો કરીને હાથ-પગ વાળીને પોતાનો રસ્તો બનાવી લે છે.
PM મોદીએ શૌર્યજીતની કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ શૌર્યજીતના આ વીડિયોને શેર કરીને તેની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે આપણા શૌર્યજીત ગુજરાતનો જ રહેવાસી છે. અને 10 વર્ષનો ખેલાડી મલખમમાં નેશનલ ગેમ્સ જેવી ટૂર્નામેન્ટમાં અન્ય સ્પર્ધકોને હંફાવતો જોઈને બધા પ્રભાવિત થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીએ શૌર્યજીતને સ્ટાર ખેલાડી કહ્યો તથા તેનું પ્રોત્સહન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ વીડિયોને શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે શૌર્યજીત તો છોટા પેકેટ બડા ધમાકા નીકળ્યો.
મલખમ એટલે શું?
આ રમતમાં લાકડાના થાંભલા પર ખેલાડીએ કરતબ બતાવવાનાં હોય છે. જેના પર તેઓ યોગ, કુસ્તીના વિવિધ પોઝ, જિમ્નેસ્ટિક્સ કરતા નજરે પડે છે. મલખમનો અર્થ બે શબ્દોથી જોડીને બને છે. એકમાં મલ્લ એટલે કે કુસ્તીનો ખેલાડી તથા ખાંભ એટલે કે થાંભલો. આ બંનેને જોડીને મલખમ નામ પડ્યું છે
ADVERTISEMENT