આજથી PM મોદીનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ શરૂ, જાણો રોડ શો સહિતના કાર્યક્રમની માહિતી

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામી ચૂક્યો છે. તેવામાં આજે 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી રવિવારથી ત્રણ…

gujarattak
follow google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામી ચૂક્યો છે. તેવામાં આજે 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી રવિવારથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં અહીં વડાપ્રધાન દ્વારા રાજ્યને વિકાસલક્ષી કાર્યોની ભેટ મળશે. ઉલ્લેખનીય છે કે અહીં તેઓ રોડ શો સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે જનસંવાદ પણ કરશે. તો ચલો આપણે વડાપ્રધાનના મિશન વિકાસ પર નજર કરીએ…

PM મોદી આ વિસ્તાર પર કરશે ફોકસ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. તેવામાં હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભાજપની અનોખી રણનીતિ સામે આવી છે. અહીં તેઓ જનતાને વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. તથા ઘણા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરા પહોંચશે પછી ત્યાં તમામ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી કેવડિયા જશે. અહીં 31 ઓક્ટોબરના દિવસે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના ખાસ કાર્યક્રમમાં તેઓ હાજરી પણ આપશે.

એરક્રાફ્ટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે..
વડાપ્રધાન મોદીના પહેલા દિવસના પ્રવાસની વાત કરીએ તો 30 ઓક્ટોબરે તેઓ વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. જ્યાં C-295 ટ્રાસપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ કાર્ય શરૂ થશે. આ એક મીડિયમ લિફ્ટ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હશે. આ પ્લાન્ટ સ્પેનની એરબસ ડિફેન્સ કંપની અને તાતા કંસોર્ટિયમ દ્વારા શરૂ કરાઈ રહ્યો છે. આની ખાસિયતની વાત કરીએ તો C-295 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 5થી 10 ટન પેલોડ લઈ જઈ શકે છે અને લગભગ 11 કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ એકસાથે 71 સૈનિકોને યુદ્ધભૂમિમાં લઈ જવા માટે સક્ષમ છે.

વડાપ્રધાન મોદીના પ્રવાસનું સંભવિત માળખું (આમાં ફેરફાર થઈ શકે છે)

    follow whatsapp