ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પૂર્ણબહુમતથી જીત થઈ છે. ત્યારે આજે શપથવિધિ સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે વડાપ્રધાન મોદીએ 2 વાર શીશ ઝૂકાવીને હાજર સૌ કાર્યકર્તા, આગેવાનો અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હોય એમ લાગી રહ્યું હતું. તેમણે બે હાથ જોડી તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ચલો આપણે આ શપથવિધિ દરમિયાનની ઘટના પર વિગતવાર નજર કરીએ.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કર્યો…
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પોતાને નામ કરી લીધી હતી. આ પ્રચંડ જીતની ગર્જના સાથે ગુજરાતના ઈતિહાસની ભાજપ એ પહેલી પાર્ટી છે જેણે 156 બેઠકો પર પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો હોય. નોંધનીય છે કે આજે શપથવિધિનું આયોજન કરાયું હતું જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શપથવિધિ સમારોહ પૂર્ણ થયો ત્યારે વડાપ્રધાન મોદીએ મંચ પરથી શીશ ઝૂકાવી હાજર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે જ્યારે વડાપ્રધાન મોદી શીશ ઝૂકાવી રહ્યા હતા, ત્યારે તેમના ચહેરાના પ્રતિભાવો પરથી તેઓ ભાવુક થઈ ગયા હોય એમ જોવા મળ્યું હતું. આની સાથે વડાપ્રધાન મોદીએ શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે ભાજપને આ જંગી લીડથી જીત અપાવવા બદલ કાર્યકર્તા અને આગેવાનોનો આભાર માન્યો છે.
આ મંત્રીઓને કરવામાં આવ્યા રિપીટ
ભૂપેન્દ્ર પટેલ સરકારના 20 મંત્રીઓને ચુંટણીના મેદાને ઉતારવામાં આવ્યા હતા. જેમાંથી 1 મંત્રી ચૂંટણી જીતી શક્ય ન હતા જ્યારે 19 મંત્રીઓએ મેદાન માર્યું હતું જેમાંથી 7 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, ડો. કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નામનો સમાવેશ થાય છે.
નવા ચહેરા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 5 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં બળવંત સિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ, ભીખુ પરમારનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT