સુરતઃ પેટ્રોલ-ડિઝલ અને CNGના વધતા જતા ભાવના પરિણામે હવે ઈલેક્ટ્રિક વાહનોની માગ ભવિષ્યમાં વધી શકે છે. PM મોદીએ સુરતની મુલાકાત લીધી હતી ત્યારે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ સમયે વડાપ્રધાને તેમના સંબોધનમાં સુરત શહેરને આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખાશે એવી જાહેરાત કરી હતી. તેવામાં હવે સુરત પણ આ દિશાએ આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા અંગે પહેલ…
થોડા સમય પહેલા સુરત મહાનગર પાલિકાએ ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી પોલિસી જાહેર કરી હતી. આ દરમિાયન વાહનની ખરીદી કરનારાથી લઈને પાર્કિંગની સુવિધાઓ સુધી રાહત આપવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેની પોલિસી બહાર આવ્યા પછી સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
વાયુ પ્રદુષણ અટકાવવા પહેલ
તંત્ર દ્વારા હવે શહેરમાં વાહનો દ્વારા વાયુ પ્રદુષણને ઘટાડવા માટે પહેલ શરૂ કરાશે. જો ઈલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય મળશે તો એક ક્વોલિટી ઈન્ડેક્સમાં પણ સુધારો થતો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે હવે તંત્ર દ્વારા આગામી સમયે વિવિધ વિસ્તારોમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. કોર્પોરેશનના સત્તાવાર આંકડા પર નજર કરીએ તો સુરતમાં અત્યારે 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે.
ચાર્જિંગ રેટ કેટલો હશે?
જો ઈલેક્ટ્રિક વાહનો વધશે તો તેમાં પબ્કિલ ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાતો પણ વધશે. આને ધ્યાનમાં રાખીને અત્યારે સુરત ખાતે 25 જેટલા સ્થળે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે આગામી સમયગાળા દરમિયાન દરેક ઝોનમાં ઓછામા ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટેનું આયોજન કરાયું. ઉલ્લેખનીય છે કે સુરત શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરાયું છે. જેનો યુનિટ રેટ 14 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ માટે મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી મેળવી શકાશે.
ADVERTISEMENT