અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ બાદ તેઓ વંદેભારત ટ્રેનમાં મુસાફરીને કાલુપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ તેમણે AES ખાતે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરાવ્યું હતું.
ADVERTISEMENT
વડાપ્રધાને મેટ્રોની સવારી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવીને તેમાં મુસાફરી પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિત અન્ય આગેવાનો પણ જોવા મળ્યા હતા.
40 કિલોમીટરનો હશે મેટ્રોનો પ્રથમ ફેઝ
અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રથમ ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર, દક્ષિણ આ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. આ ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ, પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો વિસ્તારનો છે, આ કોરિડોરમાં થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્કનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમાં 17 સ્ટેશન આવેલા છે, આ કોરિડોર 18.87 કિલોમીટર લાંબો છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરીડોર 18.87 કિલોમીટરનો છે. જે વાસણા એપીએમસીથી લઇને મોટેરા ગામ સુધીનો છે. આ રૂટ ઉપર 15 મેટ્રો સ્ટેશન આવશે.
PMના આજના કાર્યક્રમો
- સવારે 10.30 કલાકે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન
- 11.30 કલાકે અમદાવાદ મેટ્રો ટ્રેનનું કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન
- 12 કલાકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીથી મેટ્રો પોરોજેક્ટ ફેઝ -1 નું ઉદ્ઘાટન
- સાંજે 5.45એ 7200 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત અંબાજીથી કરવામાં આવશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે અંબાજીના દર્શન કરશે
- વડાપ્રધાન મોદી ગબ્બર તીર્થ ખાતે મહાઆરતી કરશે
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
ADVERTISEMENT