અમદાવાદ: મોરબીમાં મચ્છુએ મોતનો હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકથી એક જ ચર્ચા ચાલી રહી છે. આ પુલ તૂટવાની ઘટનાને લઈ મુખ્યમંત્રી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ અંગે ત્યાગ મેળવ્યો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની પરિસ્થિતિ, બચાવ કામગીરી અને રાહત કામગીરીની જાણકારી માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. બેઠકમાં 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં વડાપ્રધાનને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ફરી એકવાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક
મોરબીમાં 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવામાં આવશે આ અંગેની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. ટ્વિટમાં તેમણે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.
ADVERTISEMENT