નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને પગલે હવે સંસદ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. આ નિર્ણયને બીજી તરફ PM મોદી પણ આજે સંસદમાં માસ્ક પહેરીને પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય સાંસદો પણ માસ્ક પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT
સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરાઈ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદોને સંસદમાં માસ્ક પહેરવા સાથે સાવધાની રાખવાની અપીલ કરી હતી. ગૃહની કાર્યવાહી દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ બંને જ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. સંસદમાં એન્ટ્રી પહેલા સાંસદોને માસ્ક આપવામાં આવ્યા હતા.
PMની આજે સમીક્ષા બેઠક
બીજી તરફ PM મોદીએ પણ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આજે બપોરે એક બેઠક બોલાવી છે. જ્યારે આ પહેલા બુધવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે ભારત દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
24 કલાકમાં 5 લાખથી વધુ કેસ
દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના આંકડા પર નજર રાખતી સંસ્થા worldmeter મુજબ દુનિયાભરમાં પાછલા 24 કલાકમાં 5.37 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારે 1396 લોકોના મોત આ મહામારીથી થયા છે. 24 કલાકમાં જાપાનમાં સૌથી વધારે કેસ આવ્યા હતા. અહીં કોરોનાના 2.06 લાખ કેસ સામે 296 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 50 હજારથી વધારે કેસ આવ્યા છે અને 323 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT