સુરેન્દ્રનગર: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં PM મોદીનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરીથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પહોંચેલા મેધા પાટકરનો મદ્દો ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
‘જ્યાં-જ્યાં નજર પડે ત્યાં કેસરીયા સાગર દેખાય છે’
PM મોદીએ કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે ઝાલાવાડની ધરતી પર ઉતરતા જ સંતોએ હેલિપેડ પાસે આવીને આશીર્વાદ આપ્યા. હું સૌથી પહેલા સંતોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગરમાં આવવું મારા માટે નવું નહોતું. છાસવારે આવતો હતો. પરંતુ 11-12 વાગ્યા સભા કરવામાં લોઢાના ચણા ચાવવા પડતા હતા. આજે આવડી મોટી વિરાટ સભા. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં કેસરીયા સાગર દેખાય છે. આ જ બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે.
ચૂંટણી વખતે એન્ટીઈન્કમ્બન્સી શબ્દ સાંભળવા મળે. પરંતુ ગુજરાતે પ્રોઈન્કમ્બન્સી નવો રાજકીય ચીલો ચાતર્યો છે. એટલા માટે કામ કરવાનો પણ આનંદ આવે છે. ગુજરાતનું જેટલું વધારે ભલું કરીએ એનો આનંદ આવે. એટલે તમારા આશીર્વાદથી વારંવાર ભાજપની સરકાર બની રહી છે. આ વખતે પણ ચૂંટણી અમે નથી લડતા. ચૂંટણી જનતા લડી રહી છે.
કોંગ્રેસ પર ફરી કર્યા ચાબખા
નર્મદા જિલ્લાનો સૌથી મોટો લાભ મળશે એવું મેં કહ્યું હતું તે સુરેન્દ્રનગર જિલ્લાને મળશે. જેમણે ભારતની જનતાએ પદ પરથી હટાવી દીધા છે એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. લોકશાહીમાં યાત્રા તો કરે. પરંતુ જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યું, મા નર્મદાને આવતી રોકવા 40 વર્ષ કોર્ટ-કચેરી કરી. એવા લોકોના ખભે હાથ મુકી યાત્રા કરનારાઓ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે. આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટે સુરેન્દ્રનગરમાં બનવી જોઈએ.
ખેડૂતોને ખાસ મેસેજ આપ્યો
તેમણે કહ્યું, ઘણા લોકો આવીને કહે અમે આ આપીશું, તે આપીશું. આ લોકોને ખબર જ નથી દેશ માટે કેવી રીતે કામ થાય. પહેલા યુરિયા પાછલા બારણેથી બીજે વિચાઈ જતો. આજે યુરિયો પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળે તેની સુવિધા છે. યુરિયાની થેલી લડાઈના કારણે આપણે 2000માં લાવીએ છીએ. અને ખેડૂતોને 270 રૂપિયામાં આપીએ છીએ. આ બધા લાખો રૂપિયાનો બોજ, અઢી લાખ કરોડ રૂપિયા આ યુરિયા સસ્તું આપવા ભારત સરકાર પોતાના પર વહન કરે છે. એમને ખબર પડે આ બહારથી આવીને ગપ્પા મારવા વાળા લોકો કેવા ગપ્પા મારે છે.
PM બોલ્યા, હવે આપણે નેનો ખાતર લાવ્યા છીએ. આજે તમારે 5 થેલી યુરિયા જોઈએ તો ઘરે લઈ જવા ટ્રાન્સપોર્ટનો ખર્ચો થાય. હવે નેનો યુરિયામાં 1 થેલીમાં જેટલું યુરિયા હોય તેટલું નેનો યુરિયા એક બોટલમાં આવી જાય. તમારો ખર્ચો ઘટી જાય એવું કામ કરે. પદ માટે યાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એ પણ ખબર ન હોય. દેશનો કોઈ એવો નાગરિક નહીં હોય જેણે ગુજરાતનું મીઠું નહીં ખાધું હોય. કેટલા લોકો એવા છે જે ગુજરાતનું મીઠું ખાઈને ગુજરાતને ગાળો આપતા હોય છે. સુરેન્દ્ર નગર જિલ્લો મીઠું પકવવામાં એક્કો. દેશનું 80 ટકા મીઠું ગુજરાતમાં થાય છે. કોંગ્રેસવાળા રાજ કરતા હતા ત્યારે તેમને અગરીયાઓની ચિંતા નહોતી. અગરીયાઓને પહેરવા માટે બૂટ કે મોજા નહોતા મળતા.
ADVERTISEMENT