નવરાત્રીના પવિત્ર અવસરે PM મોદીએ માતા અંબાની વિશેષ પૂજા કરી, ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લીધો

અંબાજીઃ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન છે. બીજા દિવસે તેઓ બનાસકાંઠામાં રૂ.6909 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું છે. ત્યારપછી PM મોદી વિકાસના કાર્યોની…

gujarattak
follow google news

અંબાજીઃ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન છે. બીજા દિવસે તેઓ બનાસકાંઠામાં રૂ.6909 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું છે. ત્યારપછી PM મોદી વિકાસના કાર્યોની ભેટ આપ્યા પછી અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ગબ્બર તીર્થસ્થાને પહોંચી ગયા છે. અહીં તેઓ અંબાજીમાં માતાની પૂજા અર્ચના કરશે. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ પૂજા કરાવવાશે. મા અંબાના ધામને અત્યારે ફૂલોથી શણગારાયું છે તથા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે શ્રદ્ધાળુઓ વચ્ચે વડાપ્રધાન મોદી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારપછી વડાપ્રધાને ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.

PM મોદીની સાથે સી.આર.પાટીલે પણ કરી પ્રાર્થના
વડાપ્રધાન મોદીએ અંબાજી મંદિરમાં માતા અંબાના ચરણોમાં શીશ નમાવ્યું છે. માતા અંબાજીના ધામને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. જેમાં ચારેય બાજુ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી ગઈ હતી. જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદીએ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે માતાના ધામમાં ઠેર ઠેર નવરાત્રી નિમિત્તે દીપ પણ પ્રગટાવવામાં આવ્યા છે.

ગબ્બર મહાઆરતીમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો

વડાપ્રધાનને મળવા માટે લોકોની ભીટ ઉમટી
અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી ગઈ હતી. અંબાજી મંદિરમાં PM મોદીનું ભાવભર્યું સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને લોકોને પણ સારો પ્રતિસાદ આપ્યો હતો. આને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાત મોદીમય થઈ ગયું છે. અને આગામી ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં પણ પોતાનુ બેસ્ટ આપી શકશે.

વીડિયો- 

    follow whatsapp