યાત્રાધામ શામળાજીમાં પ્લાસ્ટિક અને ગુટખા પર પ્રતિબંધ, મંદિરથી 100મી. વિસ્તાર સુધી વેચાશે નહીં

અરવલ્લીઃ તહેવારોમાં મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. તેવામાં શામળાજીના દર્શનાર્થે ભાવી ભક્તો સતત આવતા રહેતા હોય છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર મીણાએ…

gujarattak
follow google news

અરવલ્લીઃ તહેવારોમાં મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. તેવામાં શામળાજીના દર્શનાર્થે ભાવી ભક્તો સતત આવતા રહેતા હોય છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર મીણાએ તહેવારોમાં થતી ગંદકીને અટકાવવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શામળાજી મંદિરથી 100 મીટરના વિસ્તારમાં ગુટખા અને પાન-મસાલા સહિત પ્લાસ્ટિક સહિતના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વળી સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેગ્સ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

શામળાજી મંદિર પાસે ગુટખા સહિતનું વેચાણ પ્રતિબંધિત
યાત્રાધામ શામળાજી ખાતે ગંદકી અટકાવવા માટે જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર કુમાર મીણાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. આમાં જણાવ્યા પ્રમાણે મંદિરના 100 મીટર સુધીના વિસ્તારમાં ગુટખા, પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અહીં સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેગ્સ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે આગામી 20 નવેમ્બર સુધીનું આ જાહેરનામુ છે.

મંદિર જેવા પવિત્રસ્થળે ગંદકી ન થાય એના માટે નિર્ણય
શામળાજી મંદિરના 100 મી. વિસ્તારમાં આગામી 20 નવેમ્બર સુધી ગુટખા અને પ્લાસ્ટિક બેગ્સના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેના પરિણામે અહીં મંદિરની આસપાસ તહેવારોમાં જે ભક્તોનું ઘોડાપુર આવે છે એના કારણે ખોટી ગંદકી ન ફેલાય એની સાવચેતીરૂપ આ પગલું છે.

With input- હિતેશ સુતરિયા

    follow whatsapp