જૂનાગઢમાં Voting ની તસવીર થઈ શેર, જીલ્લા કલેકટરે લોકોને આપી ચેતવણી

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે જૂનાગઢમાં માં અજાણ્યા વ્યક્તિઓએ રાજકીય પક્ષને મત આપતા હોય તેવા EVMના ફોટા વાઈરલ થયા છે.  ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં મતદાન કરવા જઈએ ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ વચ્ચે આવા ફોટો વાઈરલ થતા તંત્ર પર સવાલ ઉઠયા છે.  જીલ્લા કલેકટરે ઓફીસરોને તપાસનાં આદેશ આપી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે તથા તદારો આવું કૃત્ય ન કરે નહીં તો કડક એક્શન લેવાની ચેતવણી આપી છે.

 

જૂનાગઢમાં મતદાનના દિવસે રાજકીય પાર્ટીઓને મત આપતાં હોય તેવો ફોટો વિડિઓ વાયરલ થતાં ચૂંટણીતંત્રમા ભારે હડકંપ મચી ગયો છે. આજે મતદાનની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પક્ષને મત આપતાં હોય તેવો ફોટો અને વીડિયો બનાવી વાયરલ થતાં જીલ્લા ચૂંટણી વડા અને કલેકટર ખુદ ચોંકી ઉઠ્યા છે અને તાબડતોબ તમામ રિટર્નિંગ ઓફીસરોને તપાસનાં આદેશ આપી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે આ ખુબજ ગંભીર બાબત હોવાનું જણાવી મતદારો આવું કૃત્ય ન કરે નહીં તો કડક એક્શન લેવાની ચેતવણી આપી છે.

વોટિંગની તસવીર લેનાર સામે ગુન્હો નોંધાશે
જીલ્લા કલેકટર અને ચૂંટણીવડા જૂનાગઢ રચીત રાજે જણાવ્યું કે, અમને ફરિયાદ મળી છે કે મતદારે કોઈ પાર્ટીને મત આપ્યો છે અને તેની તસવીર લીધી છે. આ મામલે અમે રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. આ મામલે પગલાં લેવા જણાવ્યું છે. જે એકશન લેવંતી હોય તે લેવા જણાવ્યું છે. તસવીર લેવી તે ગુનો બને છે. તેના પર પગલા લેવામાં આવશે.

    follow whatsapp