જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

દિલ્હીઃ ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ…

gujarattak
follow google news

દિલ્હીઃ ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

કેરળના રમત મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન
પત્રકારોએ રમતગમત મંત્રી વી. અર્બદુરહીમને મોંઘી ટિકિટો અંગે સવાલ કર્યા હતા. જેના જવાબમાં રમતગમત મંત્રીએ કહ્યું કે, ટેક્સ ઘટાડવાની શું જરૂર છે? આ દલીલ પાયાવિહોણી છે કે દેશમાં મોંઘવારી વધી રહી છે તો ટિકિટ સસ્તી કરવી જોઈએ. ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે તિરુવનંતપુરમ મેચની ટિકિટની કિંમત ઉપરની સીટ માટે 1300 રૂપિયા અને નીચલી સીટ માટે 2600 રૂપિયા રાખવામાં આવી છે.

કેરળમાં વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપે રમત મંત્રીના ગરીબો વિરુદ્ધના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોઈ જનપ્રતિનિધિએ આવું નિવેદન ન કરવું જોઈએ. આ ખોટું છે. વિપક્ષના નેતા વીડી સાથિસને કહ્યું, મુખ્યમંત્રીએ રમતગમત મંત્રીને તેમની ખુરશી પર બેસવા ન દેવા જોઈએ, એક કલાક પણ નહીં. પોતાને ગરીબોનો પક્ષ ગણાવતી CPI(M) હવે આ મામલે શું કરશે?

આ મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે તાજેતરમાં જ શ્રીલંકાની ટીમને તેમના ઘરે ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. આ T20 સિરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ વનડે શ્રેણીમાંથી કેપ્ટનશીપ સંભાળી લીધી છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે.

શ્રેણીની પ્રથમ વનડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. આ પછી બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ત્યારબાદ શ્રેણીની છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.

જામનગરઃ સતત 6 કલાકથી ફ્લાઈટમાં બોમ્બની તપાસ શરૂ, યાત્રિઓના સામાનનું ચેકિંગ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.

શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું

અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.

    follow whatsapp