ગોધરાઃ આદિવાસી સમાજના લોકોએ રોષે ભરાઈને ગુસ્સામાં મુખ્ય રસ્તોચક્કાજામ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે શહેરાના ભુરખલ ગામ ખાતે આદિવાસી સમાજની એક વ્યક્તિ પર હુમલો થયો હતો. આ અંગે કાર્યવાહી આગળ વધારાય એના માટે કલેક્ટરને આવેદન આપવા માટે લોકો આવ્યા હતા. પરંતુ આ દરમિયાન વિવાદ વકરી જતા આદિવાસી સમાજ ગુસ્સે થઈ ગયો અને મુખ્ય રસ્તાને બ્લોક કરી દીધો હતો.
ADVERTISEMENT
કલેક્ટરે બહાર આવી આવેદનપત્ર ન સ્વીકાર્યું..
આદિવાસી સમાજની વ્યક્તિ પર અન્ય સમાજના કેટલાક શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને આદિવાસી સમાજ યોગ્ય કાર્યવાહી થાય એના માટે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે આ દરમિયાન કલેક્ટર બહાર સુધી આવેદન પત્ર લેવા માટે ન પહોંચતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો.
આદિવાસી સમાજે ચક્કાજામ કર્યો..
ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજે ત્યારપછી કલેક્ટર ઓફિસની બહાર ગેટ પર ચક્કાજામ કર્યો હતો. અહીં આવતા-જતા દરેક વાહનોને રોકવાનું કામ તેમણે કર્યું હતું. આ દરમિયાન પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના રોષ સાથે તેમણે મુખ્ય માર્ગ પર પણ ચક્કાજામ કર્યું હતું. બપોરે 1 વાગ્યાથી અત્યારસુધી આદિવાસી સમાજ ધરણા પર બેઠો છે.
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT