વડોદરા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરવાના છે. આજે બપોરે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટથી બહાર નીકળતા જ બહાર ઊભેલા કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ કેજરીવાલ મીડિયા સાથે વાત કર્યા વિના સીધા જ કારમાં બેસીના કાર્યક્રમ સ્થળે જવાના રવાના થઈ ગયા હતા.
ADVERTISEMENT
શ્રી શ્રી રવિશંકરના સમર્થકોએ લગાવ્યા મોદી-મોદીના નારા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં સમા-સાવલી રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટમાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ માટે તેઓ આજે બપોરે દિલ્હીથી વડોદરા પહોંચ્યા હતા. શ્રી શ્રી રવિશંકર પણ આજે વડોદરા આવી રહ્યા છે એવામાં તેમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા. જેવા કેજરીવાલ એરપોર્ટથી બહાર નીકળે છે શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓએ ત્યાં જ મોદી-મોદીના નારા લગાવી અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો.
વડોદરામાં પેરેન્ટ્સ અને ટીચર્ચ સાથે કેજરીવાલની મીટિંગ
નોંધનીય છે કે, કેજરીવાલ આજે વડોદરા ખાતે પેરેંટ્સ અને ટીચર્સ સાથે મિટિંગ કરશે, આ બાદ તે કોઈ મોટી ગેરંટીની જાહેરાત પણ કરી શકે છે.
આવતી કાલે મનીષ સિસોદિયા પણ ગુજરાતમાં
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તે અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT