અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા પવન ખેરાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં ક્યારેય ત્રીજી પાર્ટી ફાવતી નથી. જનતા કોઈને પ્રવેશ કરવા જ નહીં દે. તેમણે કેજરીવાલના લખાણવાળા કાગળનો પણ પર્દાફાશ કર્યો હતો. ચલો આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ…
ADVERTISEMENT
ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ફાવે…
કોંગ્રેસના નેતા પવન ખેરાએ જણાવ્યું કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સ્થિતિ કુછ દિન તો ગુઝારો ગુજરાત મેં જેવી છે. આવ્યા છે આ લોકો થોડુ ફરશે અને જતા રહેશે. રાજકારણમાં ક્યારેય પણ ગુજરાતની જનતાએ ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી. આ ચૂંટણીમાં પણ જંગ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ જામશે.
કેજરીવાલના લેખિતના દાવા પર કટાક્ષ
કોંગ્રેસના નેતા પવન ખેરાએ કેજરીવાલના લેખિતમાં જીતવાના દાવાઓ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગોવામાં પણ આવા જ કઈ કાગળો ફર્યા હતા અને ઉત્તરાખંડમાં પણ સ્થિતિ આવી જ હતી. કેજરીવાલની પાર્ટી ખાલી પ્રચારની પાર્ટી છે. હું દિલ્હીથી આવું છે ઉંચી દુકાન ફીકે પકવાન જેવું કામ છે.
કોંગ્રેસ જ બાજી મારશે…
પવન ખેરાએ દાવો કર્યો છે કે આ વિધાનસભા ચૂંટણીમાં કોઈ A અથવા B પાર્ટી નહીં જીતે. અહીં તો કોંગ્રેસની પાર્ટી જ જીતવા જઈ રહી છે. અત્યારે જનતા પણ અમારી સાથે જ છે. તેવામાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીની વાત કરો તો ત્રિપાંખિયા જંગમાં લોકોને રસ તો ભાજપ અને કોંગ્રેસ પર જ પડે છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં 125 બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે લોકો હવે પરિવર્તન માટે તૈયાર છે. કોઈપણ વોટ વિભાજિત નથી થઈ રહ્યા. આ જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ જામેલો છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટીની પરંપરા જ નથી.
ADVERTISEMENT