પાટીલે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન: કહ્યું, બંધારણમાં આટલા વર્ષો પછી પણ કોઈ સુધારો કરવાની જરૂર પડી નથી

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: દેશ સહિત રાજ્યભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની આ વર્ષે બોટાદમાં ઉજવણી કરવામાં…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: દેશ સહિત રાજ્યભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની આ વર્ષે બોટાદમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કર્યુ. તેમણે કહ્યું કે, ડો.બાબા સાહેબ આબેડકરજીએ જે બંધારણ બનાવ્યુ હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યુ છે તેમાં કોઇ પણ નાનો ફેરફાર કરવાની જરૂર પડી નથી.

આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  .આર.પાટીલના વરદ હસ્તે આજે પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન  બાદ કહ્યું કે, પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘામઘૂમથી કરવામાં આવી. આજે પ્રજાસત્તાક દિને ડો. બાબા સાહેબ આંબેડકરજીના બંધારણને લાગુ કરવામાં આવ્યુ હતું . 15 મી ઓગષ્ટ આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને 26મી જાન્યુઆરીને રોજ બંઘારણને લાગુ કર્યા પછી આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ડો.બાબા સાહેબ આબેડકરજીએ જે બંધારણ બનાવ્યુ હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યુ છે. તેમાં કોઇ પણ નાનો ફેરફાર કરવાની જરૂર પડી નથી.

દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે
આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી વાળો આપણો ભારત દેશ છે તે આજે પણ ગર્વ થી કહી શકીએ છીએ. કેટલાક લોકો મજાક કરતા હતા કે લોકશાહી ભારતની પ્રજાને પોસાસે નહી પરંતુ આ દેશના લોકોએ સાબિત કર્યુ છે કે આ દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે. અને લોકશાહિના જતન માટે મજબૂતાઇથી ઉભા રહ્યા છે. આજે દેશના સર્વાંગી વિકાસ માટે દેશના દરેક નાગરિકનો ફાળો છે. અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઇએ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો: CM અને રાજ્યપાલે બોટાદમાં કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, હર્ષ સંઘવીએ વડોદરામાં કર્યું ધ્વજવંદન

દેશને આગળ લઇ જતા કોઇ નહી રોકી શકે
આખા દેશના લોકો સાથે મળી આગળ લઇ જવા પ્રયત્ન કરશે તો ચોક્કસ દેશ ખૂબ આગળ જશે તેવો વિશ્વાસ છે. દેશને સ્વતંત્ર કરવામાં ઘણા નામી અનામી વિરોએ શહિદી વ્હોરી છે અનેક લોકોએ પોતાની યુવાની જેલમાં વિતાવી અને અંગ્રેજોના દમન સહન કર્યા કેટલીય માતાએ તેમના પુત્રને દેશની આઝાદી અપાવવા હસતા મોઢે સુડ઼ીએ ચડતા જોયા છે. આપણા દેશને આગળ લઇ જતા કોઇ નહી રોકી શકે. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના દરેક નાગરીકને શુભેચ્છા પાઠવું છું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp