આણંદ: આણંદ જિલ્લામાં આજે યોજાયેલ પેજ સમિતિ સંમેલનમાં ઉપસ્થિત સી આર પાટીલે નામ લીધા વગર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા પર કર્યા પ્રહાર. તેમણે કહ્યું કે, કેટલાક ખેરખાઓને લાગે છે કે અમે તો જીતીએ છીએ અમને તો કોઈ હરાવી નહીં શકે, પરંતુ આ વખતે એમને જડબાતોડ જવાબ આપવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા બધા લોકો વર્ષોથી કોઈ સેટિંગ કરીને કોઈ મેનેજ કરીને કે કોઈને કોઈ રીતે જીતતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન એના પેજ કમિટીના સદસ્યોના જવાબદાર લોકો આ વખતે એમને જડબાતોડ જવાબ આપવાના છે.
ADVERTISEMENT
પાટીલે કહ્યું હતું કે, આ કાર્યાલયનો પહેલો ઉપયોગ આણંદ જિલ્લાની સાત સીટ જીતવા માટે કરવાનો છે. જે જિલ્લાની અંદર આણંદ જિલ્લામાં સાત જેટલી વિધાનસભાની સીટો છે. સાતે સાત વિધાનસભામાં પેજ કમિટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. કેટલીક જગ્યાએ તો આપ સૌએ વધારાનુ પણ કામ કર્યું છે. કેટલાક ખેરખાઓને લાગે છે કે, અમે તો જીતીએ છીએ અમને તો કોઈ હરાવી નહીં શકે, આ વખતે એમને ઝડબાતોડ જવાબ આપવાનો છે.
આણંદ જેટલું મજબૂત સંગઠન આખા રાજ્યમાં નથી
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વખતે સંકલ્પ બધ્ધ છે. આ જિલ્લાની સાતે સાત સીટ જંગી બહુમતી સાથે જીતવાના સંકલ્પ બધ્ધ કાર્યકર્તા એ કોઈપણ ચમરબંધને હરાવવા માટે શક્તિશાળી છે. એવો મને વિશ્વાસ છે. ઘણા બધા લોકો વર્ષોથી કોઈ સેટિંગ કરીને, કોઈ મેનેજ કરીને, કોઈને કોઈ રીતે જીતતા આવતા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગઠન, એના પેજ કમિટીના સદસ્યોના જવાબદાર લોકો આ વખતે એમને જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે. હું ઘણા ટાઈમથી જોતો હતો મને કહેવામાં આવતું હતું કે આણંદ જિલ્લામાં ઢીલુ ઢીલુ છે. પણ મને આજે આનંદ સાથે કહેવાનું મન થાય છે કે આણંદ જેટલું મજબૂત સંગઠન આખા રાજ્યમાં કોઈ જગ્યાએ નથી. એટલું મજબૂત સંગઠન તમે બનાવ્યું છે,
મહત્વનું છે કે આણંદ વિધાનસભાની સાત બેઠક પૈકી પાંચ બેઠક કોંગ્રેસ પાસે છે અને બે બેઠક ભાજપ પાસે છે. વધુમાં આણંદ જીલ્લોએ કોંગ્રેસનો ગઢ છે અને એમાં હવે ભાજપ ગાબડું પાડવા માટેની તૈયારીઓમાં લાગી ગયું છે. જોકે આજે સી.આરપાટીલના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મારા રાજકીય ગણિતને આધારે વહેલી ચૂંટણી યોજાશે
વડોદરા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં આજે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપા જંગી બહુમતીથી અને પોતાના વિકાસના કામોને આગળ ધપાવીને માટે માંગશે તેમ જણાવ્યું હતું. પાટીલે તાજેતરમાં જ વહેલી ચૂંટણી આવશે તેવી વાત કરી કાર્યકરોને તૈયાર રહેવા જણાવ્યું હતું. તે અંગે જણાવ્યું કે મેં મારા રાજકીય ગણિતને આધારે આમ કહ્યું હતું અને અધ્યક્ષ તરીકે કાર્યકરોને તૈયાર રહેવા જણાવ્યું હતું. મારી કોઈ સાથે વાત નથી થઇ અને તેના આધારે મેં નથી કહ્યું. 2012 અને 2017 માં આજ સમયમાં ચૂંટણી યોજાઈ હતી. મે ક્યારે દિવાળી પેહલા ચૂંટણી યોજાશે એવું કહ્યું નથી.
ભાજપ તાકાતથી જીતે છે
સી આર પાટીલે કોંગ્રેસ અને આપ પાર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તાકાત થી જીતે છે,સામે વાળી પાર્ટી ની નબળાઈ પર નહિ. ભાજપે લોકો ની ચિંતા કરી વિકાસ કર્યો છે. વડાપ્રધાનના કારણે આતંકી હુમલા બંધ થયા છે. પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી મારવાંની તાકાત વડાપ્રધાન મોદીમાં છે. આપ અને કોંગ્રેસ લોકોની લાગણીઓ સાથે રમી રહ્યા છે.
વિથ ઈનપુટ: હેતાલી શાહ / દિગ્વિજય પાઠક
ADVERTISEMENT