ચૂંટણીમાં પાટીદારનો ગઢ સુરત રહ્યું ચર્ચાનું કેન્દ્રબિંદુ, પરંતુ વોટિંગ ઓછું થતાં AAP-BJP મુંઝવણમાં!

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સૌથી મોટી રસાકસી અને ચર્ચા…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સૌથી મોટી રસાકસી અને ચર્ચા સુરતની બેઠકો મુદ્દે થઈ હતી. અહીં જે પ્રમાણે વેપારીઓના મુદ્દા આમ આદમી પાર્ટીએ ઉઠાવેલા અને જનમેદનીઓ ઉમટતી હતી ત્યારે લાગતું હતું કે નવાજુનીનાં એંધાણ અહીંની બેઠકો પરથી થશે. જોકે પ્રાથમિક તબક્કામાં સુરતમાં સુસ્ત મતદાન થતા રાજકીય સ્થિતિ અંગે મુંઝવણ ઉભી થઈ ગઈ છે.

સુરતની બેઠક ચર્ચાનો વિષય…
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતની અંદર પોતાના મુખ્ય ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા, મનોજ સોરઠિયા જેવા આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ સુરતથી ઉભા રહ્યા હતા. તેવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભાજપ અને આમ આદમી પાર્ટીએ અહીં જોરશોરથી પ્રચાર કર્યો હતો. ત્યારે જે રીતે સભાઓમાં અને લોકોમાં જોશ જોવા મળી રહ્યો હતો એને જોતા લાગી રહ્યું હતું કે અહીં કઈ નવાજૂની થશે.

બેઠક 2017માં મતદાન (%) 2022માં મતદાન (%)
કતારગામ 65.03 % 64.08 %
સુરત ઉત્તર 64.06 % 59.24 %
કામરેજ 64.83 % 60.28 %
વરાછા 63.04 % 56.38 %
કરંજ 55.99 % 50.54 %

મતદાન નિરસ રહ્યું હોવાના અણસાર
ઉલ્લેખનીય છે કે એકબાજુ મતદાનના દિવસે ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે અહીં મોટાભાગના મતદાન મથકોમાં ધીમી પ્રક્રિયા છે. તો બીજી બાજુ જે પ્રમાણેનો જોશ ચૂંટણી પ્રચારની રેલીઓમાં જોવા મળ્યોહતો એનાથી વિપરીત મતદાન સમયે લોકોનો જમાવડો ઓછો હતો. આના અન્ય પણ ઘણા કારણ હોઈ શકે છે. પરંતુ મતદાન સમયે અહીં નિરસતા જોવા મળી હતી. સુરતમાં 5 બેઠકો પર કરંજ, વરાછા, કતારગામ, કામરેજ અને સુરત ઉત્તરમાં એવરેજ 57.94 ટકા મતદાન થયું છે.

પાટીદારોના ગઢમાં ઓછું મતદાન થતા રાજકીય પક્ષો ચિંતિત
નોંધનીય છે કે પાટીદારોનો ગઢ હંમેશા ચર્ચામાં રહ્યો છે. ત્યારે અહીં આ ટર્મમાં ઓછુ મતદાન થતા રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સુરતની વાત કરીએ તો 2017માં અહીં 62.59% મતદાન થયું હતું. જ્યારે 2022માં અહીં આ આંકડો ઘટીને 57.94% પર પહોંચ્યો છે. એટલે જોવા જઈએ તો અહીં અંદાજે 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    follow whatsapp