નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં વેગ મળી રહ્યો છે. સતત સભાઓ ગૂંજી રહી છે. નેતાઓના ગુજરાત પ્રવાસ થઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના કવાટ તાલુકાના ભેખડીયા ગામે દિવ્યગ્રામ મહા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સભા સંભોધતી વખતે દારૂને લઈ વિવાદિત ટિપ્પણી કરી છે. રૂપાલાએ કહ્યુંકે, કોથળી વગર સાંજ નથી પડતી.
ADVERTISEMENT
છોટાઉદેપુરના કવાટ તાલુકાના ભેખડીયા ગામે દિવ્યગ્રામ મહા સંમેલન યોજાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી દીધી છે. જાહેર મંચ પરથી રૂપાલાએ કહ્યું કે, દારુના એવા રવાડે ચડી ગયા છીએ કે કોથળી વગર સાંજ નથી પડતી, પછી એમ કહીએ છીએ કે અમે સુખી થતાં નથી, દુખી થવાનો તમામ સમાન ખીચામાં લઈ ને ફરતા હોઈએ છીએ.
આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આમ આદમી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, ભાજપ કોઈ સામે મેદાને નથી પડ્યું, આપ સામે ભાજપે મેદાને પડવાનું ન હોઈ. આ ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય છે. ભાજપનો આ ગઢ છે. મેદાને પડવું હોઈ એ સામે વાળા હોઈ. મેદાન તો અમારું છે. તાકત લગાડે છે પણ ખ્યાલ નથી આ ગુજરાત છે. ગુજરાતની જનતા બધું સારું સમજે છે. કોઈ કાલ્પનિક ચિત્રો બતાવે તેની પાછળ ગુજરાત ન જાય. મહાત્મા ગાંધીની પાછળ ચાલવા શીખેલું ગુજરાત છે. સરદાર સાહેબના ચિલે ચાલવા શીખેલું ગુજરાત છે અને હવે ગુજરાત નરેન્દ્ર મોદી ને ફોલો કરે છે ,એ આ ગુજરાત છે. આપણે જ્યોતિષ માં નથી પડતા.પણ હોઈ એના કરતાં સારી સરકાર અમારી બનાવે એવી માતાજીને પ્રાર્થના.
ADVERTISEMENT