સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવાનો ચૂકવવો પડશે ચાર્જ, જાણો AMC કેટલી કરશે કમાણી

અમદાવાદ:  શહેરના લોકોનો ફેવરિટ માર્ગ અને પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા…

gujarattak
follow google news

અમદાવાદ:  શહેરના લોકોનો ફેવરિટ માર્ગ અને પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા તૈયાર રહેવું પડશે. તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે.

21 લાખ રુપિયાની કમાણી થશે
આખા દિવસનો થાક ઉતારવા લોકો શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર લટાર મારવા નીકળી પડે છે. હવે ત્યાં પણ લોકોના ખિસ્સામાં ખાલી થશે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે. તંત્રએ લોકો પર નાખેલા પાર્કિંગ ફીના બોઝથી નારાજ છે અને તે તંત્ર પર રોષ ઠાલવી કરી રહ્યા છે.

21 લાખ બેઝ પ્રાઈઝ
AMCના નોર્થ વેસ્ટ ઝોનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. બહાર પાડવામાં આવેલા આ ટેન્ડરમાં નોંધવામાં આવ્યું છે કે, 21 લાખ રુપિયા બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. ત્યારપછી જે પણ સૌથી મોટી રકમની બોલી લગાવશે તેને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. સાતમી ઓક્ટોબરથી આ માટેની અરજીનો સ્વીકાર કરવામાં આવશે. ટેન્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટ મેળવનાર પાર્ટી પાસે એસજી રોડ પર પકવાન ચારરસ્તાથી શરુ થતો વિસ્તાર જેને સિંધુ ભવન રોડ તરીકે ઓળખવામાં આવે છે તેના 3.25 કિમીના પટ્ટા પર 108 ટુ-વ્હીલર અને 428 ફોર-વ્હીલર્સની પાર્કિંગની જગ્યા પર અધિકાર હશે.

અન્ય 5 ટેન્ડર
AMC દ્વારા ઓન-સ્ટ્રીટ પે અને પાર્કને લગતા અન્ય પાંચ ટેન્ડર પણ બહાર પાડ્યા છે. તેમાં મેમનગર વિસ્તારમાં ભૂયંગદેવથી વિવેકાદનંદ સર્કલ સુધી પાર્કિંગ, મદલપુર ચિરાગ મોટર્સથી મદલપુર અંડરપાસને જોડતા ડાબી બાજૂના રોડ પર પાર્કિંગ, શાહવાડી કેનાલથી વાસણા પાર્ટી પ્લોટ, ગુજરાત વિદ્યાપીઠથી AMC સ્વિમિંગ પુલ તેમજ નવરંગ સર્કલથી દાદાસાહેબના પગલા ચાર રસ્તા સુધી, આ તમામ રસ્તા પર પાર્કિંગને લગતા ટેન્ડર AMC ધ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

    follow whatsapp