મોંઘવારીનો વિરોધ: પરેશ ધાનાણી સાઈકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા નીકળ્યા

અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા…

gujarattak
follow google news

અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અનોખા અંદાજમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા. દેશમાં ગેસના બાટલાની વધતી કિંમતોના પ્રતિક રૂપે તેઓ ગેસના બાટલા સાથે સાઈકલ લઈને ઘરેથી નીકળ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વોટ કરવા અપીલ કરી
બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈ-બહેનોને અપીલ છે કે, વોટ કરે, રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ટ માટે, મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો.

 

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

    follow whatsapp