રાજસ્થાન: રાજસ્થાનના બીકાનેરમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સરકારી નોકરી બચાવવા માટે એક શખ્સે પોતાની 5 મહિનાની માસુમ દીકરીને નહેરમાં ફેંકી દીધી. આ આરોપમાં માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીને આ ડર હતો કે બેથી વધારે બાળકો હોવાના કારણે તેની નોકરી જઈ શકે છે. આ ગુનામાં આરોપીની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો.
ADVERTISEMENT
આરોપી સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર સહાયક તરીકે નોકરી કરતો
સમાચાર એજન્સી ANIની રિપોર્ટ મુજબ, નહેરમાં ડૂબવાના કારણે બાળકીનું મોત થઈ ગયું. આરોપી પિતાની ઓળખ ઝંવરલાલ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તે ચંદાસર ગામમાં સ્કૂલમાં સહાયક તરીકે કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતો હતો. ઝંવરલાલે પાછલા વર્ષે ડિસેમ્બરમાં બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. પોલીસ મુજબ તેને ડર હતો કે બેથી વધુ બાળકો હોવાના કારણે તેની નોકરી જઈ શકે છે.
આ પણ વાંચો: બગસરામાં નગરપાલિકાના સદસ્યોનો અંદરો અંદર 10-10 હજારની વહેંચણીનો VIDEO વાઈરલ
3 બાળકોના કારણે નોકરી જવાનો ડર હતો
સર્કલ અધિકારી વિનોદ કુમારે જણાવ્યું કે, અમને સૂચના મળી કે બીકાનેરના છત્તરગઢમાં એક પુરુષ અને મહિલાએ એક બાળકીને નહેરમાં ફેંકી દીધી. જે બાદ પોલીસે બાળકીનો શબ મેળવ્યો. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પુરુષ અને મહિલા મૃત બાળકીના માતા-પિતા હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આરોપીએ પોતાની દીકરીને કથિત રીતે નહેરમાં ફેંકી દીધી કારણ કે તે કાયમી નોકરી મેળવવા ઈચ્છતો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT