અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરો 25 વર્ષનો થવા છતાં કમાવવા જવાને બદલે વિચિત્ર વર્તન કરતો હોવાથી વૃદ્ધ માતા-પિતાએ ભરણપોષણ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મુજબ દીકરાની ઉંમર થઈ હોવા છતાં તે કમાતો નથી. કમાવા જવાની વાત કરે તો ઘર છોડીને જતો રહે અને મારા મારી કરે છે. પિતાએ સંબંધીના ત્યાં તેને નોકરીએ લગાવતા ત્યાં પણ સલવાર કમીઝ પહેરીને જવાની જીદ કરે છે. હાઈકોર્ટે જ્યારે દીકરાને પોતાના વૃદ્ધ માતા-પિતાને સાચવવાની સલાહ આપી તો તેણે સામે કહ્યું, તે જેન્ડર ચેન્જ કરવા માગે છે. છોકરી થવું છે પણ માતા-પિતા માનતા નથી.
ADVERTISEMENT
વૃદ્ધ માતા-પિતાનો ભરણપોષણ માટે કેસ
રિપોર્ટ મુજબ, એસ.ટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા એક વૃદ્ધે દીકરા સામે ભરણપોષણ માગવા સિનિયર સીટિઝન એક્ટની જોગવાઈ હેઠળ અરજી કરી છે. જેમાં વૃદ્ઘે દલીલ કરી છે કે, તેમને સંતાનમાં એક દીકરો છે. જે કમાતો નથી. પોતે વૃદ્ધ થયા હોવાથી તેઓ પણ કામ કરી શકતા નથી. જો દીકરાને નોકરી કરવાનું કહે તો તે છોકરી જેવું વર્તન કરે છે. તેને કામ નથી કરવું એટલે આવા બહાના કાઢે છે. દીકરાની મેડિકલ તપાસ પણ કરાવી છે તેને કોઈ બીમારી નથી. સંબંધીઓને ત્યાં નોકરીએ લગાવ્યો તો ત્યાં છોકરી જેવા કપડા પહેરીને જવાની જીદ કરતો, આથી નોકરી છોડાવી દીધી.
હાઈકોર્ટે શું સૂચન કર્યું?
સમગ્ર મામલે હાઈકોર્ટે મિડિએશન સેન્ટરની મદદ લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે પોતાની ટકોરમાં કોઈ સારા મનોચિકિત્સક પાસે દીકરાની સારવાર કરાવવા જણાવ્યું. ક્યારેક આવા કાઉન્સેલિંગથી જ ફરક પડી જતો હોવાથી કોર્ટે તેને મિડિએશન સેન્ટર મોકલવા આદેશ કર્યો છે. હાઈકોર્ટ કેસની વધુ સુનાવણી 1 મહિના બાદ કરશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT