Pankaj Udhas Passed Away: ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણ (Pankaj Udhas)નું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બિમારીના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 2006 માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો. લાંબા સમયથી બિમાર ઉદાસ પોતાની ગઝલના કારણે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ચુક્યા હતા. તેમણે અનેક ખ્યાતનામ ગઝલોને પોતાના અવાજ થકી દેશના ખુણે ખુણા સુધી પહોંચાડી હતી. તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીત ગાઇ ચુક્યા હતા.
ADVERTISEMENT
લાંબા સમયથી બીમાર હતી પંકજ ઉધાસ
પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેમના નિધનના દુઃખદ સમાચાર આપ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું કે, ખૂબ જ દુઃખની સાથે તમને કહેવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં માતમ
પંકજ ઉધાસના નિધનને પગલે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક લોકો સોશિયલ મીડિયા પર સિંગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
ADVERTISEMENT