દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 એ શપથ ગ્રહણ કર્યા ત્યારબાદથી પ્રથમ 100 દિવસની કામગીરી પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. સરકાર એક્શન પ્લાન બનાવી તેના પર અમલીકરણ માટે તૈયાર થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં રાજ્યના તમામ DDOની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પંચાયત મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં 14 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પંચાયત મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યના તમામ DDOની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈ સરકાર પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસના કાર્યો સહિત 14 જેટલા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. પંચાયત વિભાગની મહત્વની યોજનાઓ પર અમલીકરણ અને પંચાયત વિભાગમાં ખાલી જગ્યાઓ પર ભરતી સંદર્ભે રાજ્યના તમામ DDO સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહિસાગરમાં કિસાન કેન્દ્ર પર ખાતર ન મળતા સૂત્રોચ્ચાર, સરકારના દાવાઓ સામે ખેડૂતોમાં રોષ!
આ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડ કહી રહયાં છે કે, ગુજરાતનો વિકાસ એ આપણા સૌનો સંકલ્પ છે, નવી દિશા, નવો વિચાર અને નવા સંકલ્પ સાથે પંચાયત વિભાગે ગુજરાતના વિકાસમાં સહભાગી થવાનું છે. સાથે એક મુદ્દો મહત્વનો જેની ચર્ચાઓ હંમેશા થતી રહેતી હોય છે એ છે પરીક્ષાનો મુદ્દો. કારણ કે વારંવાર પેપરો ફૂટવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં જે પરીક્ષાઓ લેવાય તે એકદમ પારદર્શીતા સાથે લેવાય તેવી પણ મંત્રી બચુભાઈ ખાબડે તમામ DDOને સૂચના આપી છે. સાથે ગ્રામ વિકાસના 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT