‘અમારા સમાજની દીકરી સાથે કેમ સંબંધ રાખે છે ‘, પાલનપુરમાં યુવકને નગ્ન કરી 7 લોકોનું ટોળું તૂટી પડ્યું

ધનેશ પરમાર /બનાસકાંઠા: બનાસકાંઠાનું મુખ્યાલય પાલનપુર હવે ક્રાઇમ સ્પોટ બની રહ્યું છે. હજુ આર્યન મોદીનું અપહરણ અને હત્યા કેસની શાહી સુકાઇ નથી ત્યાં વધુ આવો…

gujarattak
follow google news

ધનેશ પરમાર /બનાસકાંઠા: બનાસકાંઠાનું મુખ્યાલય પાલનપુર હવે ક્રાઇમ સ્પોટ બની રહ્યું છે. હજુ આર્યન મોદીનું અપહરણ અને હત્યા કેસની શાહી સુકાઇ નથી ત્યાં વધુ આવો જ બનાવ નોંધાયો છે. જેમાં વધુ એક યુવકનું અપહરણ કરી તેનો નગ્ન વિડીયો ઉતારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ ફોન કરીને યુવકને મળવા બોલાવ્યો હતો
ઘટનાની વિગત જોઈએ તો પાલનપુરનો મૂળ રહીશ એક યુવક અમીરગઢ સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. આ યુવક પર દસ દિવસ અગાઉ એક યુવતીનો મોબાઈલ પર ફોન આવ્યો હતો અને યુવતીએ ફ્રેન્ડશિપના ભાવે મળવાનું કહ્યું હતું. જેથી યુવક યુવતીને મળવા પહોંચ્યો હતો. જોકે ત્યાં યુવતીની જગ્યાએ અગાઉથી જ રાહ જોઈને બેઠેલ લોકોએ યુવકને ઘેર્યો હતો અને લોખંડની પાઇપ સહિતના હથિયારો સાથે માર મારી, આ પીડિત યુવકને બળજબરીપૂર્વક આંખે પટ્ટી બાંધી ગાડીમાં નાખી તેનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો: સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ 7 મહિનાથી ગુમ, દિલ્હી પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી, હજુ ઘરે નથી આવ્યો

રાહ જોઈને બેઠેલા લોકોએ યુવકને નગ્ન કરી ફટકાર્યો
જેમાં અપહરણ કરી આ યુવકને પ્રથમ દાંતીવાડા ડેમ પર લઈ જઈ માર મારી ધમકાવ્યો હતો કે “અમારા સમાજની દીકરી સાથે કેમ સંબંધ રાખે છે .” તેમ કહીને આ યુવકનો નગ્ન વિડીયો ઉતારી માર માર્યો હતો અને જો કોઈને આ બાબતે કહે છે તો તેનો વિડીયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેને છોડી મૂક્યો હતો. જોકે આટલા દિવસ ડરના મારે આ યુવક કોઈને કહ્યું ન હતું ત્યારબાદ હવે આર્યન મોદી સાથે બનેલી ઘટનાના બાદ આ યુવક પણ મોતના ભયથી પોલીસની પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે બાદ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદના આધારે યુવકનું અપહરણ કરી, માર મારી, વીડિયો ઉતારનાર 7 લોકોની શોધ ખોળ હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp