રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. નેતાઓ લોકો વચ્ચે જવાનો અને વિપક્ષો સરકાર પર પ્રહાર કરવાનો એક પણ મોકો નથી છોડતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. પોતાના ઘરે રંગોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે.
ADVERTISEMENT
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયા અનેક વખત આક્રમક મૂડમાં જોવા મળતા હોય છે. ત્યારે દિવાળી પર્વ પર રંગોળી કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. હંજડાપર ગામે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રંગોળી બનાવી કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો દિવાળીના દિવસે રંગોળી પર દીવડા પ્રગટાવી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
રંગોળી કરી સરકારનું ધ્યાન દોર્યું
આ અંગે પાલ આંબલીયાએ કહ્યું હતું કે, વિવિધ પ્રશ્નોને લઈ અને સરકારના મગજ માં લાઇટ થાય, પ્રકાશ થાય સરકારનું ધ્યાન આકર્ષણ કરવા મારા ઘરે 18 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી રંગોળી કરવામા આવી હતી. એક ગાડું જેમાં ખેડૂતના બધાજ પ્રશ્નોનો ભારો લઈ ગાંધીનગર જતાં હોય તેવી રંગોળી તૈયાર કરવામાં આવી છે,. ચાલુ વર્ષે 92 તાલુકામાં 120% થી 291% સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી. તથા પાક નુકશાનીનું વળતર તાત્કાલિક ચુકવવા માંગ કરાઈ હતી.
પાક વીમો ચૂકવવા કરી માંગ
પાકવીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાકવિમો ચુકવવા માંગ કરી. વર્ષ 2020-21 અને 2021-22 માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવવા માંગ કરી. તથા વર્ષ 2019-20 નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માંગ કરાઈ હતી વર્ષ 2019 નો 8 તાલુકાઓનો મંજુર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચુકવવા માંગ કરવામાં આવી હતી
ADVERTISEMENT