નવી દિલ્હી: પાકિસ્તાને બેલઆઉટ પેકેજને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ( IMF) સાથે વાતચીત શરૂ કરી છે પરંતુ અહીં તેના વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે. જો આઈએમએફ તેને જલ્દી લોન આપવા માટે સહમત નહીં થાય તો પાકિસ્તાન ડિફોલ્ટ થઈ જશે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 3.09 બિલિયન ડોલર થઈ ગયો છે. વિશ્લેષકોનું કહેવું છે કે, આટલા પૈસાથી પાકિસ્તાન ત્રણ અઠવાડિયાથી ઓછા સમય માટે જરૂરી ચીજવસ્તુઓની આયાત કરી શકશે.
ADVERTISEMENT
પાકિસ્તાન બેલઆઉટ પેકેજ માટે IMF સાથે વાતચીત કરી રહ્યું છે. દરમિયાન, તેની વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને માત્ર 3 અરબ ડોલર થઈ ગઈ છે. આટલા પૈસાથી પાકિસ્તાન થોડા દિવસો માટે જ આયાત કરી શકશે. જો પાકિસ્તાન અને IMF વચ્ચેની વાતચીત લોન નહીં આપે તો પાકિસ્તાનને ડિફોલ્ટ થવાથી કોઈ બચાવી શકશે નહીં.
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો વિદેશી દેવાની ચુકવણીને કારણે થયો છે. SBPએ જણાવ્યું હતું કે દેશની વ્યાપારી બેંકો પાસે હાલમાં 5.65 બિલિયન ડોલર છે, જે દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારને 8.74 બિલિયન ડોલર જેટલો છે.
છેલ્લા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 16.1%નો ઘટાડો
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને જણાવ્યું હતું કે 27 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 16.1%નો ઘટાડો થયો છે. જો પાકિસ્તાન અને IMF વચ્ચે બેલઆઉટ પેકેજ અંગેની વાતચીત સફળ થશે તો તેને વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની લોન માટે પણ લીલીઝંડી મળી જશે.
જાણો શું ખે છે પાકિસ્તાન મીડિયા
પાકિસ્તાનના અખબાર, ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલ અનુસાર, સ્થાનિક રોકાણ કંપની આરિફ હબીબ લિમિટેડ (AHL) એ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ફેબ્રુઆરી 2014 પછી સૌથી નીચો છે અને તે ફક્ત 18 દિવસની આયાતને આવરી શકે છે. AHLના રિસર્ચ હેડ તાહિર અબ્બાસે જણાવ્યું હતું કે, “દેશને ડૉલરની સખત જરૂર છે અને કટોકટીથી બચવા માટે IMF પ્રોગ્રામ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવો પડશે.
IMF અને પાકિસ્તાન વચ્ચે વાતચીત
મંગળવારે IMFની એક ટીમ પાકિસ્તાન આવી હતી, જે બેલઆઉટ પેકેજની શરતોને લાગુ કરવા માટે પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. પાકિસ્તાનને ગંભીર આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે IMFએ 7 બિલિયન ડોલરનો પ્રોગ્રામ બનાવ્યો છે. જે ઘણી કડક શરતો સાથે આવે છે. છેલ્લા મહિનાઓમાં પાકિસ્તાન શરતોને લઈને આઈએમએફના કાર્યક્રમમાં જવાથી પીછેહઠ કરી રહ્યું હતું. પરંતુ હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
આ પણ વાંચો: અદાણીના શેર ડાઉ જોન્સમાંથી થશે બહાર, હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની હાલત ખરાબ
આ કારણે પાકિસ્તાનમાં મોંઘવારી વધી
IMF અને પાકિસ્તાન વચ્ચે બેલઆઉટ પેકેજને લઈને 9 ફેબ્રુઆરી સુધી વાતચીત થવાની છે. પાકિસ્તાન ધીરે ધીરે દેશમાં IMFની શરતો લાગુ કરી રહ્યું છે જેના કારણે દેશમાં મોંઘવારી વધુ વધી રહી છે. IMFએ તેની શરતોમાં પાકિસ્તાની રૂપિયાના વિનિમય દરને લવચીક બનાવવા અને સબસિડી ઘટાડવાની વાત કરી છે. પાકિસ્તાનની સરકારે તાજેતરમાં વિનિમય દર પરની મર્યાદા દૂર કરી, ગુરુવારે પાકિસ્તાની રૂપિયો ડોલર સામે રૂ. 271.36 ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ થયો. જે 0.93% ઘટ્યો. જુલાઈમાં શરૂ થયેલા નાણાકીય વર્ષની સરખામણીમાં રૂપિયામાં 24.51%નો ઘટાડો થયો છે. શાહબાઝ શરીફ સરકારે પણ ઈંધણના ભાવમાં 16%નો વધારો કર્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT