નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવે ગુરુવારે ગણતંત્ર દિવસના અવસર પર કહ્યું કે, ટૂંક સમયમાં પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે. પાકિસ્તાન એક નાનો દેશ રહેશે અને ભારત મહાન દેશ બનશે. તેમણે કહ્યું કે બલૂચિસ્તાન, પીઓકે અને પંજાબ અલગ રાષ્ટ્ર બનશે અને પાકિસ્તાન એક દેશ રહેશે.
ADVERTISEMENT
યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાનની આગાહી કરતાં કહ્યું કે, PoK ભારતમાં ભળી જશે, ત્યારબાદ બલૂચિસ્તાન પોતે આગળ આવશે અને કહેશે કે ભારતમ્ શરણમ ગચ્છામી. કારણ કે પંજાબ, સિંધ બધા ભારતના સાથી છે. તેમની વચ્ચે સાંસ્કૃતિક એકરૂપતા છે. ટૂંક સમયમાં પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે. ભારત મહાસત્તા બનશે, આ આવનારા સમયની હાકલ છે અને થવાનું છે.
ભારત ભૌતિક સત્યનું સન્માન કરે છે
દેશમાં રિલિજિયસ ટેરેરિઝમ ચાલી રહ્યો છે. હિન્દુ સનાતન ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે લોકો ધાર્મિક ગ્રંથોનો આશ્રય લઈ રહ્યા છે. મહાપુરુષોના ચરિત્રને બદનામ કરી રહ્યા છે. તેઓ ભારત વિરોધી અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે આવું કરી રહ્યા છે. તેમની માનસિકતાના કારણે આમ કરી રહ્યા છે. ભારતના લોકોએ તેમનો સંપૂર્ણ વિરોધ કરવો જોઈએ. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, ભારત ભૌતિક સત્યનું સન્માન કરે છે. જો ભૌતિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે.
આ પણ વાંચો: આ તારીખે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, પંચાંગ ગણતરી બાદ નક્કી કરવામાં આવી તારીખ
તબીબી લૂટને લઈ જાણો શું કહ્યું
આ ઉપરાંત યોગ ગુરુએ કહ્યું કે 74માં પ્રજાસત્તાક દિને આપણે સંકલ્પ લેવો જોઈએ કે દેશને આર્થિક ગુલામી, શિક્ષણ અને તબીબી લૂંટ અને ગરીબીમાંથી મુક્ત કરાવવાનો છે અને આપણા સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારતા આપણે ગુલામીની નિશાની દૂર કરવી જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT