Pakistan Train Accident: પાકિસ્તાનના શહજાદપુર અને નવાબશાહની વચ્ચે રવિવારે ભીષણ ટ્રેન અકસ્માત થઇ ગયો હતો. આ રેલ દુર્ઘટનામાં હજારા એક્સપ્રેસની લગભગ 10 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ હતી. દુર્ઘટનામાં કુલ 15 યાત્રીઓના મોત થયા હતા, જ્યારે 50 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. સ્થાનીક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રેન કરાંચીથી પંજાબ જઇ રહી હતી, જ્યારે આ દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી.
ADVERTISEMENT
15 થી વધારે લોકોના મોત નિપજ્યાં હતા
પાકિસ્તાનના રેડિયોના રિપોર્ટ અનુસાર રવિવારે નવાબશાહમાં સરહરી રેલવે સ્ટેશન પાસે હજારા એક્સપ્રેસની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ હતી, જેના કારણે 15 લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ડઝન કરતા વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર મૃતકોની સંખ્યા હજી સુધી વધી શકે છે.
દુર્ઘટનાનું કારણ હજી સુધી સામે નથી આવી
રિપોર્ટ અનુસાર ઘાયલોને નવાબશાહના પીપલ્સ મેડિકલ હોસ્પિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટના અંગે અધિકારીઓનું કહેવું છે કે, પાટા પરથી ઉતરવા પાછળનું કારણ હજી સુધી મળી શક્યું નથી. ડોન ન્યૂઝ ટીવીના રિપોર્ટ અનુસાર ટ્રેન કરાંચીથી રાવપિંડી જઇ રહી હતી.
રાહત અને બચાવકામગીરી શરૂ
લાહોરમાં મીડિયા સાથે વાત કરતા રેલવે અને વિમાનન મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે, ઘટના સ્થળ પરથી રાહત અને બચાવ કામ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, રિપોર્ટો પરથી માહિતી મળી રહી છે કે,15 લોકોના મોત થઇ ગયા અને ઘાયલ થઇ ગયા. આ દુર્ઘટના ખુબ જ દુખદ છે.હાલ પ્રભાવિત લોકોના જીવ બચાવવા પ્રાથમિકતા છે. ત્યાર બાદ ઘટનાની તપાસ કરવામાં આવશે.
મુરાદઅલી શાહે દુખ વ્યક્ત કર્યું હતું
બીજી તરફ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે દુખ વ્યક્ત કર્યા છે. સાથે જ તેમણે નવાબશાહના ડેપ્યુટી કમિશ્નરને ઘાયલોને તત્કાલ ચિકિત્સા સહાયતા આપવાના નિર્દેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હાલના દિવસોમાં રેલવે દુર્ઘટનામાં વધારો થયો છે. ગત્ત એક દશકમાં પાકિસ્તાનના અનેક રેલવે દુર્ઘટનાઓ થઇ છે.
ADVERTISEMENT