કૌશિક જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણના સામાજિક સેવિકા અને લાયન્સ ક્લબના અને સોશિયલ વર્કર તરીકે ઘણી લાંબી સેવાઓ આપનાર પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ બપોરે તેમનું મૃત્યુ થયું છે. આવતી કાલે દમણ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
20 ફેબ્રુઆરી 1930ના દિવસે બારડોલીમાં જન્મેલાં શ્રીમતી પ્રભાબેન શોભાગચંદ શાહ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સંકડાયેલા હતાં અને ગાંધી વિચારધારાથી પ્રેરિત હતાં. તેમણે બારડોલીમાં 2 વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને કર્મભૂમિ બનાવી હતી. અહીં દમણની મુક્તિ બાદ વર્ષ 1963થી વોકેશનલ ટ્રેનિંગની શરુઆત કરી હતી. તેમણે એ જ વર્ષમાં મહિલા મંડળની પણ સ્થાપના કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે
અટલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
પ્રભાબેન શાહ 30 વર્ષ સુધી દમણ મહિલા મંડળની અધ્યક્ષપદે રહ્યા હતા. આજે 93 વર્ષની ઉંમરે પણ તેઓ સામાજીક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા. દમણ પ્રદેશ ભાજપ તરફથી થોડા સમય પહેલા જ તેમને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
68 વર્ષથી અવિરત સેવા કરી
બારડોલીમાં 2 વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને તેમણે દમણને કર્મભૂમિ બનાવીને પરિવાર સાથે અ દમણમાં જ સ્થાઇ થઇને સેવાકીય પ્રવૃતિનો આરંભ કર્યો હતો. 68 વર્ષથી અવિરત સેવા કરનાર પ્રભાબેન શાહે આજે અંતિમ શ્વાસ લીધા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT