PAAS ના નેતાએ ટિકિટ ફાળવણીને લઈ કોંગ્રેસ પર ઉઠાવ્યાં સવાલો, જાણો શું કહ્યું

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોબિંગ શરૂ છે. જ્ઞાતિના આગેવાનોથી લઈ વિવિધ સંગઠનો ચૂંટણીના મેદાને પોતાના ઉમેદવારોને ઉતારવા તલપાપડ થઈ રહ્યા છે. આ દરમિયાન…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોબિંગ શરૂ છે. જ્ઞાતિના આગેવાનોથી લઈ વિવિધ સંગઠનો ચૂંટણીના મેદાને પોતાના ઉમેદવારોને ઉતારવા તલપાપડ થઈ રહ્યા છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાએ ટિકિટ મામલે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, પાસના મુખ્ય ચેહરાઓને BJP-AAP ટીકીટ આપે છે, તો કોંગ્રેસને શું પેટમાં દુઃખે છે?

ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ચૂંટણીના મેદાને ઉતારવા ઉમેદવારની પસંદગી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર અનામત આંદોલનના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક મલવીયા સહિત નેતાઓને ટિકિટ આપવામાં આવી છે ત્યારે હવે ટિકિટ મામલે પાસના  નેતાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાટીદાર આંદોલન સમિતિના મુખ્ય ચેહરાઓને BJP-AAP ટીકીટ આપે છે, તો કોંગ્રેસને શું પેટમાં દુઃખે છે?

જાણો શું કહ્યું ટ્વિટમાં

    follow whatsapp