પી.ચિદમ્બરમે મોરબી દુર્ઘટના પર ભાજપની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા! કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું..

અમદાવાદઃ  પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, આલોક શર્મા અને અન્ય નેતાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર…

gujarattak
follow google news

અમદાવાદઃ  પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, આલોક શર્મા અને અન્ય નેતાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ સાંસદ પી.ચિદમ્બરમે ભાજપ પર અનેક આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાત સરકાર માટે કલંકિત છે. વળી સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના માટે સરકાર તરફથી કોઈએ માફી માંગી નથી. આની જવાબદારી લેતા કોઈએ રાજીનામું પણ આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મોરબી દુર્ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ભાજપ પર સાધ્યું નિશાન
ચૂંટણીની જાહેરાત મુદ્દે પી ચિદંમ્બરમે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારે જ ગુજરાતની પણ ચૂંટણી જાહેર થઈ જવાજેવી હતી. પરંતુ વિવિધ કાર્યક્રમો બાકી હોવાના કારણે આને લંબાવવામાં આવી હતી. ભાજપે 6 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે. વળી જો ચૂંટણી આગામી સમયમાં થઈ હોત તો ભૂપેન્દ્ર પટેલને પણ બદલી દેવાયા હોત. ગુજરાતને મુખ્યમંત્રી નહીં પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ચલાવે છે.

દર 5 વર્ષે સરકાર બદલવી જોઈએ- ચિદમ્બરમ
ગુજરાતની જનતાને અપિલ કરતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે દર 5થી 10 વર્ષના સમયાંતરે સરકાર બદલવી જોઈએ. કેજરીવાલ પર પલટવાર કરતા તેમણે કહ્યું કે ઝહેરી હવામાં કોને શ્વાસ લેવા ગમે! દિલ્હીમાં હવાની ગુણવત્તા પર નજર કરશો તો તમે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને મત નહીં આપો.

    follow whatsapp