ઔવેસીએ ભાજપ અને AAP પર કર્યા પ્રહારો; કહ્યું- બંને પાર્ટી એક જેવી જ છે, મોરબી દુર્ઘટના વિશે કહ્યું..

સુરતઃ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે સુરત ખાતે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે મોરબી દુર્ઘટના અંગે ભાજપને ઘેરી હતી.…

gujarattak
follow google news

સુરતઃ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે સુરત ખાતે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે મોરબી દુર્ઘટના અંગે ભાજપને ઘેરી હતી. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ભાજપ બંને એક જ છે એવું જણાવ્યું હતું. આની સાથે આ ગુજરાત મેં બનાવ્યું એવા ભાજપના કેમ્પેઈનને પણ ઘેર્યું હતું. ચલો તેમના નિવેદન પર વિગતવાર જાણીએ…

ભાજપના કેમ્પેઈન પર કર્યા આકરા પ્રહારો…
અસદુદ્દીન ઔવેસીએ સુરતમાં મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના કેમ્પેઈન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ગુજરાત શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. પહેલા પણ હતું અને જ્યાં સુધી આખી દુનિયા રહેશે ત્યારે પણ ગુજરાતનું અસ્તિત્વ રહેશે જ. વળી જો ગુજરાત એમણે બનાવ્યું હોય તો એનો અર્થ એમ થાય કે મોરબી બ્રિજ પણ ભાજપે જ બનાવ્યો હશે ને!

ઔવેસીએ ગુજરાત સરકારની સુરક્ષાનીતિ સામે સવાલ ઉઠાવ્યા…
અસદુદ્દિન ઔવેસીએ મોરબી દુર્ઘટના અંગે કહ્યું કે મોરબી બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત થયા છે. આ દરમિયાન બ્રિજ યોગ્ય રીતે નહોતો બનાવાયેલો એવું દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકારની સુરક્ષાનીતિ સામે પણ ઔવેસીએ સવાલો ઉઠાવ્યા હતા. આની સાથે બિલકિસ બાનો કેસના આરોપીઓને મુક્ત કરાયા હોવાના મુદ્દે પણ તેમણે સરકારને ઘેરી હતી. તેમણે આ દરમિયાન મહિલાઓની સુરક્ષા અંગે ઘટસ્ફોટ કર્યો હતો.

ઔવેસીએ કહ્યું કે AAP પણ એવી જ છે…
અસદુદ્દિન ઔવેસીએ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પર મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અત્યારે જોવા જઈએ તો સ્થિતિના અવલોકન બાદ આમ આદમી પાર્ટી અને ભાજપ બંને એક જેવી જ છે. એમનામાં કોઈ ફરક દેખાઈ રહ્યો નથી.

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp